Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ખાસ ઝૂંબેશના ૪ રવીવારે મતદાતા ફોર્મ લઇ જાય પછી પરત કરવા ન આવે તો મતદારોને ફોન કરી બોલાવાશે

તમામ BLOને ચૂંટણી પંચની ખાસ સુચનાઃ પશ્ચિમ વિસ્તાર માટે વ્યવસ્થા ગોઠવતા પ્રાંત ચરણસિંહ ગોહીલ : રર અને ર૯ નવેમ્બર તથા ૬ અને ૧૩ ડીસેમ્બરે મતદાન મથકો ઉપર ખાસ ઝૂંબેશ-પ્રાંત મામલતદાર-ઝોનલનું સુપરવિઝન

પશ્ચિમ વિધાનસભા વિસ્તારના તમામ ચૂંટણી ઝોનલ ઓફીસરો સાથે સીટી પ્રાંત-ર ચરણસિંહ ગોહીલ દ્વારા મતદાર યાદી કાર્યક્રમ અંગે ખાસ મીટીંગ યોજાઇ હતી.

રાજકોટ તા. ૭ :.. સોમવારથી રાજકોટ શહેર - જીલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે.

આ સંદર્ભે જીલ્લા કલેકટર આજે તમામ મામલતદાર - પ્રાંતને એલર્ટ કર્યા હતાં.

દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન નવેમ્બરના રર અને ર૯ નવેમ્બર રવિવારે, અને ડીસેમ્બરમાં ૬ અને ૧૩ ડીસેમ્બરના રવિવારે શહેર - જીલ્લાના કુલ રર૩ર મતદાન મથકો ઉપર સવારે ૧૦ થી સાંજે પ દરમિયાન નામ ઉમેરવા, કમી - સુધારણા અંગે બુથ લેવલ ઓફીસરો ફોર્મ ભરાવવા ખાસ બેસશે, આ સંદર્ભે કલેકટર તંત્રે અપીલ પણ કરી છે.

બીજી બાજૂ ચૂંટણી પંચે એક મહત્વની જોગવાઇ આ વખતે બહાર પાડી છે. જેમાં ખાસ ઝંૂબેશના ૪ રવિવારે કોઇ નાગરીક ફોર્મ લઇ જાય અને પરત દેવા ન આવે તો બીએલઓ એ જે તે નાગરીકને ફોન કરી મતદાન મથક ઉપર બોલાવશે, અને તેવા પ્રયાસો કરવા પણ આદેશો થયા છે.

આજે ૬૯ - વિધાનસભા એટલે કે પશ્ચિમ વિસ્તારમં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલે ખાસ ઝોનલ ઓફીસર - મામલતદર સાથે મીટીંગ યોજી હતી અને તમામ સુચના આપી. ઉપરોકત ચારેય રવિવારે પ્રાંત - મામલતદાર અને ઝોનલનું દરેક મતદાન મથક ઉપર ખાસ સુપરવિઝન રહેશે તેમ પણ સુચના અપાઇ હતી.

(2:58 pm IST)