Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસના પાંચ આરોપીઓને જામીન પર છોડવા હુકમ

   રાજકોટ, તા. ૭ :  મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસના -પાંચ આરોપીઓ જામીન અરજી જિલ્લા અદાલતે મંજુરી કરી હતી.

સને ર૦૧૮ માં મોરબી મંથકમાં હિન્દુ-મુસ્લીમ પક્ષકારો વચ્ચેના ખેતીની જમીન વિવાદમાં એક સાથે ત્રણ વ્યકિતની મર્ડર થઇ ગયેલ હતી.

ફરીયાદના કથન મુજબ ફરીયાદીને તા.૧૨/૦૮/૧૮ ના રોજ રાત્રે સાડા અગિયાર  વાગે તેના કાકા દીલાવર ખાનના મોબાઈલમાં ફોન આવેલ અને તેના કાકાએ ફરીયાદીને  જણાવેલ કે, તુ અત્યારે અહીં આવ, મારી ઉપર શીવાભાઈ રામભાઈ તથા તેના ભાઈઓ,  છોકરાઓએ હુમલો કરેલ છે. જેથી ફરીયાદી તેનું મોટર સાઈકલ લઈ તેના કાકાની વાડી કે જે  વજેપરની સીમમાં આવેલ છે ત્યાં પહોંચેલ અને જોયેલ કે, તેના કાકા દીલાવરખાન, તેના પુત્ર  અફઝલ તથા મોમીન ઉપર આરોપીઓ લાકડી, ધોકા, ટોમી, કુહાડી, છરી, તલવાર જેવા જીવલેણ  હથીયારથી આડેધડ મારતા હતા. અને ફરીયાદીને જોઈ અમુક હથીયાર છોડી, અમુક હથીયાર  સાથે લઈ જઈ ૬ મોટરસાઈકલમાં ભાગી ગયેલ. ભોગ બનનારને સરકારી દવાખાને સારવાર  માટે લઈ જતા ત્રણેય ભોગ બનનાર મરણ ગયાનું જાહેર કરવામાં અવિલ. 

ઉપરોકત બનાવમાં છેલ્લા બે વર્ષથી બારેય આરોપીઓ જેલ હવાલે છે. ત્યારબાદ અન્ય  ઓરોપી માહેથી ભરત જીવરાજભાઈ ડાભી, અશ્વિન જીવરાજભાઈ ડાભી, સંજયભાઈ  નારણભાઈ ડાભી, કિશોરભાઈ શિવાભાઈ ડાભી, કાનજી મનસુખભાઈ ડાભી એ મોરબી જિલ્લા  અદાલતમાં રેગ્યુલર જામીન ઉપર મુકત થવા અરજી કરેલ. જેમાં ફરીયાદ પક્ષ તરફથી સખત  વાંધો ઉઠાવવામાં આવેલ અને અરજદારની જામીન અરજી નામંજુર કરવા કોર્ટને રજુઆત કરવામાં આવેલ, બંને પક્ષકારોને સાંભળી, જિલ્લા અદાલતએ સમાન ગુનામાં  ગુજરાત હાઈકોર્ટએ અન્ય આરોપીને છોડવાનો આદેશ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદામાં  ઠરાવેલ સિધ્ધાંતોને ધ્યાને લઈ, તમામ પાંચે-પાંચ અરજદારને રેગ્યુલર જામીન ઉપર મુકત  કરવાનો આદેશ કરવામાં આવેલ છે.  આ કામમાં અરજદાર તમામ પાંચે-પાંચ આરોપી વતી રાજકોટના યુદ્ઘ, ધારાશાસ્ત્રી  ભાવેશભાઈ બાંભવા, રવિભાઈ કારીયા તથા હિતેષભાઈ વિરડા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(2:53 pm IST)