Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સગીર પુત્રીની વચગાળાની કસ્ટડી તેના બાયોલોજીકલ પિતાને સોંપવા કોર્ટનો હુકમ

રાજકોટ, તા., ૭: સગીર પુત્રીની વચગાળાની કસ્ટડી તેમના બાયોલોજીકલ પિતાને સોંપવા અંગેનો હુકમ કોર્ટ ફરમાવેલ હતો.

રાજકોટના મહે. ફેમેલી પ્રિન્સીપલ કોર્ટ સમક્ષ અમો વાદીની સગીર પુત્રી જૈનીશાના કુદરતી વાલી-પિતા દરજ્જે વાલી નિમણુંક કરવા માટે જાહેર કરવા તથા કસ્ટડી અપાવવા કોર્ટમાં ગાર્ડીયન એન્ડ વોર્ડસ એકટ હેઠળ સગીર પુત્રી જૈનીશાનો કબ્જો વચગાળાના તબક્કે સોંપવા અંગેની અરજી દાખલ કરેલ હતી. તેમજ અમો વાદી પિયુષ પ્રેમજીભાઇ લીંબાસીયાના પ્રથમ લગ્ન આ કામના પ્રતિવાદી હેતલબેનની સાથે આશરે ૧૩ વર્ષ પહેલા થયેલા હતા. સદરહું સહુલગ્નજીવન દરમ્યાન આ કામના પ્રતિવાદીએ બે સગીર પુત્રીઓ નામે પ્રથમ પુત્રી જૈનીશા તથા બીજી પુત્રી આરાધ્યાને જન્મ આપેલો. આમ અમો વાદીએ અમોની બન્ને પુત્રીઓ પરત્વે પતિ તથા પિતા તરીકેની તમામ ફરજો તથા જવાબદારીઓ શુભનિષ્ઠાપુર્વક અદા કરેલ હતી. પરંતુ અમો વાદી તથા આ કામના પ્રતિવાદી જલ્પેશ પટોડીયાની વચ્ચે નાની-નાની બાબતોને લઇને મતભેદો અને મનભેદોને થવાના કારણે અમો વાદીનું લગ્નસંસ્કાર ટકાવવું મુશ્કેલ બનતા અમારા વડીલોની હાજરીમાં ઘરમેળે છુટાછેડા મેળવેલ અને નામદાર કોર્ટમાંથી અમારા છુટાછેડા અંગેનુ઼ હુકમનામુ પણ મેળવેલ હતું.

આમ અમો વાદી તથા આ કામના પ્રતિવાદી સાથે ઉપરોકત વિગતે છુટાછેડા થયેલ તે સમયે અમો વાદીએ આ કામના પ્રતિવાદી તથા અમારા સગીર સંતાનો પરત્વે રહેલ અમોની પતિ તથા પિતા તરીકેની ફરજો તથા જવાબદારીઓ સમજીને અમો વાદીએ આ કામના પ્રતિવાદીને તથા બન્ને સગીર સંતાનોને તેઓના આજીવન તથા કાયમી ભરણપોષણ પેટે રકમ રૂ. ૭પ,૦૦,૦૦૦ અંકે રૂપીયા પીંન્ચોતેર લાખ પુરા ચુકવી આપેલા. પરંતુ અમો વાદી તથા આ કામના પ્રતિવાદીના છુટાછેડા સમયે આ કામના પ્રતિવાદીએ, અમો વાદીને બાહેધરી કરાર અંગેનું લખાણ કરી વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ હતી કે આ કામના પ્રતિવાદી જયારે પણ પુનઃ વિવાહ કરશે ત્યારે તે વખતે સગીર દિકરી જૈનીશાનો સ્વતંત્ર અને બિનતકરારી કબ્જો અમો વાદીને રાજીખુશીથી આ કામના પ્રતિવાદી સોંપી આપવાનો રહેશે.

અમારી સગીર પુત્રી જૈનીશાનો કબ્જો આ કામના પ્રતિવાદી પુનઃ લગ્ન કરશે એટલે અમો વાદીને પરત સોંપી આપશે તેવું પાકુ વચન, વિશ્વાસ અને ખાત્રી આ કામના પ્રતિવાદીએ અમો વાદીને લેખીતમાં બાંહેધરી કરાર લખી આપીને બંધાયેલા હતા.

ત્યાર બાદ આ કામના પ્રતિવાદીએ શ્રી જલ્પેશભાઇ બટુકભાઇ પટોડીયાની સાથે પુનઃલગ્ન કરેલા અને અમો વાદીને આ કામના પ્રતિવાદીએ બાહેધરી કરારમાં દર્શાવ્યા મુજબ વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ હોવા છતા અમો વાદીની જાણ બહાર અમોની સગીર પુત્રી જૈનીશાનું દતક વિધાન પણ કરી નાખવામાં આવેલ.

રાજકોટના મહે. ફેમેલી પ્રિન્સીપલ નામદાર કોર્ટના જજ સાહેબશ્રીએ અમો વાદીની સગીર પુત્રી જૈનીશાને દર મહિનાના બીજા તથા ચોથા શનીવારે અમો વાદીની સગીર પુત્રીનો વચગાળાનો કબ્જો રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં બપોરે સમય ૧ર થી સાંજે પ વાગ્યા સુધી કબ્જો સોંપી આપવા અંગેનો હુકમ અમો વાદીની તરફેણમાં ફરમાવેલ છે. સદરહું આ કામમાં વાદી તરફે રાજકોટનાં ખ્યાતનામ ધારાશાસ્ત્રી અજય એમ.ચૌહાણ (એડવોકેટ એન્ડ નોટરી) તથા ડેનીશ જે.મહેતા એડવોકેટસ રોકાયેલા હતા.

(2:53 pm IST)