Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ચુનારાવાડ ટ્રેકટર ચોક પાસેથી મહેશ સોલંકી છરી સાથે પકડાયો

રાજકોટ તા. ૭ : શહેરના ચુનારાવાડ નજીક ટ્રેકટર ચોક પાસેથી થોરાળા પોલીસે દેવીપૂજક શખ્સને છરી સાથે પકડી લીધો હતો.  થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ.ગઢવી, હેડ કોન્સ. ભૂપતભાઇ વાસાણી, શૈલેષભાઇ ભીસડીયા, નરસંગભાઇ ગઢવી, વિજયભાઇ મેતા, જયદીપભાઇ, કિરણભાઇ, યુવરાજસિંહ, સહદેવસિંહ તથા રમેશભાઇ સહિત પેટ્રોલિંગમાં હતા ત્યારે ચુનારાવાડ ટ્રેકટર ચોક પાસેથી મહેશ અશોકભાઇ સોલંકી (ઉ.વ.૨૦) (રહે. ગોંડલ સરકારી દવાખાના સામે)ને રૂ. ૫૦ની કિંમતની છરી સાથે પકડી લીધો હતો.

(2:43 pm IST)