Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ન્યુ જાગનાથ પ્લોટમાં મીનાબેન ગાંધીના એક લાખના ચેઇનની ચીલઝડપ

વૃધ્ધા મંદીરે દર્શન કરીને જતા'તાને ચીલ ઝડપકારે ઝોંટ મારી છનન થઇ ગયો

રાજકોટ,તા. ૭: શહેરના ન્યુ જાગનાથ પ્લોટમાં મંદીરે દર્શન કરીને ઘર તરફ થઇ રહેલા વૃધ્ધાના ગળામાં ઝોંટ મારી ચીલઝડપ કાર રૂા૧ લાખનો સોનાનો ચેઇન ઝુંટવી નાશી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં. ૩૯ (બ)માં રહેતા મીનાબેન ભરતભાઇ ગાંધી (ઉવ.૬૬) ત્રણ દિવસ પહેલા સવારે પોતાના ઘરેથી નીકળી ઘરની બાજુમાં આવેલા મહાકાળી માતાજીના મંદીરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ઘરે જતા હતા. ત્યારે ન્યુ જાગનાથ  શેરી નં. ૩૯ (બ)માં રઘુવીર એપાર્ટમેન્ટ પાસે પહોંચતા એક બાઇક ચાલક સામેથી આવીને તેણે અચાનક વૃધ્ધાના ગળામાં ઝોંટમારી રૂ. ૧ લાખની કિંમતનો સોનાનો ચેઇનની ઝોંટ મારી અંડરબ્રીજ તરફ નાશી ગયો હતો. તેણે મોઢે રૂમાલ અને માથા પર ટોપી પહેર્યા હતા. ત્યારબાદ વૃધ્ધાએ પોતાના ઘરે જઇ પરિવારજનોને વાત કરતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ કે.સી.સોઢાએ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પોલીસે એક શખ્સને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે.

(2:43 pm IST)