Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

લૂંટ અને ચીલઝડપના અનેક ગુનામાં સામેલ સુરેશ ઉર્ફે ચોટો પાસામાં ધકેલાયો

તાલુકા પોલીસે વોરંટની બજવણી કરી : સુરેશને મહેસાણા જેલમાં ધકેલી દીધો

રાજકોટ તા. ૭ : શહેરના થોરાળા, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, સામાકાંઠા તથા પ્ર.નગર અને કાલાવડ રોડ વિસ્તારમાં લૂંટ અને ચીલઝડપના અનેક ગુનામાં સામેલ કોળી શખ્સને પાસામાં ધકેલી દીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના કાલાવડ રોડ અને યુનિવર્સિટી વિસ્તારમાં ચીલઝડપના અનેક ગુનામાં સામેલ રીઢો ચીલઝડપકાર સુરેશ ઉર્ફે ચોટો હરીભાઇ બાબરીયા (ઉ.૩૫) (રહે. મનહરપરા મેઇન રોડ)ને પાસામાં ધકેલવા માટે દરખાસ્ત કરવામાં આવતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળા, પીએસઆઇ એન.ડી.ડામોર, એ.એસ.આઇ. ભરતભાઇ વનાણી, હેડ કોન્સ. પ્રવિણભાઇ વાસાણી, ભાવેશભાઇ પરમાર, વિજયગીરી ગૌસ્વામી, મનીષભાઇ સોઢીયા, હર્ષરાજસિંહ જાડેજા તથા ધર્મરાજસિંહ રાણા સહિતે સુરેશ ઉર્ફે ચોટો હરીભાઇ બાબરીયાની પાસા હેઠળ અટકાયત કરી મહેસાણા જેલમાં ધકેલી દીધો હતો. સુરેશ ઉર્ફે ચોટો અગાઉ પણ બી-ડીવીઝન, થોરાળા પ્ર.નગર અને ગાંધીગ્રામ અને એ-ડીવીઝન પોલીસ મથકમાં વીસ જેટલા ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(2:42 pm IST)