Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

પુષ્ય નક્ષત્રના અવસરે ઝવેરી બજારમાં રોનકઃ ગ્રાહકો ઉમટયા

સવારથી જ ગ્રાહકોની ચહલપહલઃ બપોર બાદ ખરીદી વધવાની ધારણાઃ અવનવી ડીઝાઇનના કલાત્મક આભૂષણોનો ઝળહળાટઃ શુકનવંતી ખરીદી સાથે લગ્નસરાની સીઝન પણ ખુલીઃ હળવા વજનવાળા આભુષણોની વધુ ડિમાન્ડ

ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીનો માહોલ : આજે પુષ્ય નક્ષત્રના અવસરે ઝવેરીબજારમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. સવારથી જ ગ્રાહકો ખરીદી માટે ઉમટી પડયા હતા. વેપારીઓના જણાવાયા મુજબ પુષ્યનક્ષત્રના અવસરે સવારથી ગ્રહકોની ચહલપહલ જોવાઈ હતી. પ્રારંભે લાઈટ વેઇટ જવેલરીની માંગ વધુ જોવાઈ રહી છે. જોકે સાંજે ઘરાકી વધવાની ધારણા છે તસ્વીરમાં ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદી કરતા ગ્રાહકો નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૭:  દીપાવલીના તહેવાર પૂર્વે પુષ્ય નક્ષત્રના શુભ અવસરે ઝવેરીબઝારમાં ખરીદીના ધમધમાટ સર્જાયો છે બજારમાં સોનાના આભૂષણો તેમજ સિક્કા સહિતની શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો ઉમટી પડ્યા હતા સવારથી જ ધીમીગતિએ ગ્રાહકોની ચહલપહલ જોવા મળી હતી.

ઝવેરી બજારમાં પુષ્ય નક્ષત્રના અવસરે અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી, ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફ્ટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેન્જ જોવા મળે છેે.

 કોરોના કાળના પહેલા પુષ્યનક્ષત્રના અવસરે ઝવેરીબજારમાં આજ સવારથી જ ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી હતી શુકનવંતી ખરીદી માટે ગ્રાહકોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો હળવા વજનના સોનાના દાગીના ઉપરાંત ડાયમંડ જવેલરીની પણ સારી માગ જોવા મળી હતી સાંજથી ખરીદીનો ધમધમાટ વધવાની ધારણા વ્યકત કરાઈ રહી છે.

આ અવસરે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના ચેરમેન અને શિલ્પા લાઇફ સ્ટાઇલ વાળા પ્રભુદાસભાઇ પારેખ જણાવે છે કે પુષ્ય નક્ષત્રના મહામુહુર્તમાં ખરીદીનો માહોલ છે, છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં એકંદરે સ્થિર રહ્યો છે આગામી દિવાળી તહેવાર તેમજ લગ્ન પ્રંસંગની ધૂમ ખરીદી રહેશે ઝવેરીબજારના વિખ્યાત અને ગ્રાહકોને હમેશાના વીન્ય સભર આભૂષણોની  રેન્જ આપવામાં અવ્વલ એવા શિલ્પા લાઈફ સ્ટાઈલવાળા પ્રભુદાસભાઈ પારેખ વધુમાં કોરોના કાળ પછીની આ પહેલા પુષ્યનક્ષત્રના અવસરે એકંદરે સારો પ્રતિસાદ મળ્યો છે

 રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં વિખ્યાત રાધિકા જવેલર્સવાળા અશોકભાઈ ઝીંઝુવાડિયા જણાવે છે કે દિવાળી પહેલાના પુષ્યનક્ષત્રના અવસરે ઝવેરીબજારમાં ખરીદીનો ધમધમાટ સર્જાયો છે સવારથી ગ્રાહકો ઉમટી રહ્યાં છે અને અને બપોર બાદ શુકનવંતી ખરીદી માટે લોકો વધુ ઉમટી પડે તેવી ધારણા છે

પુષ્યનક્ષત્રના શુભ અવસરે કલાત્મક આભૂષણો અને ડાયમંડ જવેલરીની ખરીદી ગ્રાહકો ઉમટી પડ્યા હતા ત્યારે અશોકભાઈ ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે આગામી લગ્નસરાની સીઝન માટે ખરીદીનો ટ્રેન્ડ જોવાઈ રહ્યો છે ગ્રાહકો હળવા વજનના આભૂષણો સાથે લગ્નસરા માટેની ખરીદી પણ વધી છે.

(2:47 pm IST)