Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

૧૬મીએ સુદેશ ભોંસલે રાજકોટમાં

રશિયાના ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં જનારી ફિલ્‍મ મી.ઇન્‍ડિયા માટે સુદેશ ભોંસલે એ જયારે અનીલ કપૂરનો આવાજ કાઢ્‍યો..!

આદમી એક આવાઝ અનેક.. સુદેશ ભોંસલે ને ભગવાને ગળું ભલે એક આપ્‍યું હોય પણ અવાજ નો ખજાનો તેમની સ્‍વરપેટીમાં ફિટ કરી ધરતી પર મોકલ્‍યા છે. હવે બન્‍યું એવું કે એ વખતની સુપરહિટ ફિલ્‍મ મીસ્‍ટર ઇન્‍ડિયા રશિયાના ફિલ્‍મ ફેસ્‍ટીવલ માટે પસંદગી પામી હતી. થયું એવુ કે, એ વખતે બોનીકપુરે વિચાર્યું કે તેમાં થોડા સિન વધુ એડ કરવા છે. જે સિન એડ કર્યા તે ડબ કરેલા નહોતા. એ વખતે અચાનક અનિલ કપુરનો સુદેશજી પર ફોન આવ્‍યો કે બી.આર સ્‍ટુડિયોમાં પહોંચો. તેઓ ગયા ત્‍યારે અનીલ કપુરે કહ્યું, ‘સુદેશ મારો અવાજ કરી ડબીંગ કરો મુજે એરપોર્ટ નીકલના હૈ.' સુદેશજીએ કહ્યું તમારો અવાજ ક્‍યારેય મેં કાઢ્‍યો નથી. અનીલ કપુર કહે, તુમ કુછ ભી કર શકતે હો. એ પછી મીસ્‍ટર ઇન્‍ડિયા ફિલ્‍મમાં સુદેશ ભોંસલે એ એડ કરેલા સિનમાં અનીલ કપુરનો અવાજ આપી ડબીંગ કર્યું જે રશિયન ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં ગયું હતું. પરિસ્‍થિતી એવી થઇ કે ફિલ્‍મ રિલિઝ થઇ તે પહેલા અનીલ કપુરે તે ડબીંગ કર્યું પણ રેકોર્ડિસ્‍ટને એડિટ કરતી વખતે ખબરજ ન પડી કે આમાં ઓરીજનલ અનીલ કપુરનો અવાજ કયો છે.! એટલે એ સીન જે ફિલ્‍મમાં છે તે સુદેશ ભોંસલેના અવાજમાં જ ચાલી ગઇ હતી.!
એવીજ રીતે સુદેશ ભોંસલેએ છેલ્લા બે દાયકામાં અમિતાભ બચ્‍ચન માટે પણ ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. આ ગીતો એવા છે કે જો તમે તેને ઘણી વાર સાંભળશો તો તમને લાગશે કે અમિતાભ બચ્‍ચન પોતે ગાઇ રહ્યા છે. પહેલા કિશોર કુમારને અમિતાભ બચ્‍ચનનો અવાજ માનવામાં આવતા હતા. કિશોરદાએ બિગ બી માટે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. એ પછી સુદેશ ભોંસલેએ તેમની ટેલેન્‍ટથી બધાને ચોંકાવી દિધા હતા. તેઓને ઘણા નવા ગીતો ગાવા ઉપરાંત જૂના ગીતો ખૂબ જ પસંદ છે. તે કિશોર કુમાર, રફીસાહેબ, મુકેશ જેવા દિગ્‍ગજ ગાયકોના ગીતો પર લાઈવ પરફોર્મન્‍સ આપે છે.
ઇન્‍ડસ્‍ટ્રીના સૌથી લોકપ્રિય વોઇસ આર્ટીસ્‍ટ તરીકે ઓળખ મેળવનાર સુદેશ ભોંસલે રાજકોટીયન્‍સ પર તેમના અવાજનો જાદુ કરવાના છે. નજીકના સમયમાંજ તેઓ રાજકોટ આવી રહ્યા છે. તેમના કંઠે લાજવાબ સદાબહાર નવા અને જુના ગીતોને માણવાનો લ્‍હાવો ચૂકવા જેવો નથી. આ માટેનું સમગ્ર આયોજન રાજકોટ ખાતે બોલીવુડ ઇવેન્‍ટ ‘તાલ તરંગ' સંસ્‍થાના ભારતીબેન નાયક સંભાળી રહ્યા છે.  આ કાર્યક્રમનો લાભ મેળવી શકાય છે. આ સંસ્‍થામાં એક થી ચઢિયાતા બોલીવુડના ખ્‍યાતનામ ગાયકોના કાર્યક્રમો એક વર્ષમાં ૬ અપાશે પણ સભ્‍ય બનશે તેમને ૬ ઉપરાંત વધુ ૧ એટલેકે કુલ ૭ કાર્યક્રમ માણવા મળશે. સભ્‍યપદ કપલ અથવા ગ્રૂપમાં પણ લઇ શકાય છે. ‘તાલ તરંગ'માં જોડાવા બોલીવુડ ઇવેન્‍ટ્‍સના ભારતીબેન નાયક (૯૮૯૨૬ ૨૫૭૬૮) નો સંપર્ક કરી શકાય છે.

 

૧૬ ઓકટોબરે સુદેશ ભોંસલે રાજકોટને ડોલાવવા આવી રહ્યા છે ત્‍યારે

તાલ તરંગ' સાથે જોડાઇ જાવ : એકથી એક ચઢીયાતા કાર્યક્રમો માણો

રાજકોટ : ઓલ બોલીવુડ ઇવેન્‍ટ્‍સ દ્વારા ગણત્રીના દિવસો પછી ૧૬ ઓકટોબરે રાજકોટ - સૌરાષ્‍ટ્રની જનતાને તરબોળ કરી દયે તેવો યાદગાર ગીતોનો સંગીત મઢયો સુપર સ્‍ટાર પ્‍લેબેક સીંગર સુદેશ ભોંસલે'નો જબરજસ્‍ત પ્રોગ્રામ સરગમ સંચાલિત હેમુ ગઢવી હોલમાં આવી રહ્યો છે. દેશના સુવિખ્‍યાત ઇવેન્‍ટ ઓર્ગેનાઇઝર ભારતી નાયકના નેજા હેઠળ ઓલ બોલીવુડ ઇવેન્‍ટસ દ્વારા અને તાલ-તરંગ કલબના સંગાથે આ કાર્યક્રમ માણવા રાજકોટીયનો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સુદેશજીનો સંગાથ આપવા મુંબઇના પ્રખ્‍યાત સીંગર્સ મદન શુકલા, અર્પિતા ઠક્કર અને સાથે મનીશા કરંદીકર તથા આર.જે.ગૌરવ પણ રાજકોટીયનોને સંગીતની દુનિયામાં રસતરબોળ કરવા આવી રહ્યા છે.

આ શોની અલગથી ટિકિટ ખરીદવાના મોટા ખર્ચને બદલે આજે જ તાલ-તરંગ કલબના સદસ્‍ય બની જાવ અને વર્ષમાં સુપર-ડુપર ફિલ્‍મી જગતના યાદગાર ગીતોના ૭ કાર્યક્રમો (૬ કાર્યક્રમ + ૧ બોનસ પ્રોગ્રામ) સહ પરિવાર, મિત્રો, મહાનુભાવો સાથે અચૂક માણો. ટિકીટ ખરીદવાની ઝંઝટમાંથી છૂટી જાવ (સંપર્ક : ભારતીબેન નાયક ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

 

(4:18 pm IST)