Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

તું મારી નહિ તો કોઇની નહિ...હિરેન પરમારની રાધિકાને ધમકીઃ ૬૦ હજારનું ટીવી તોડી નાખ્‍યું

ગોકુલધામ ક્‍વાર્ટરનો બનાવઃ રાધિકા હિરેન સાથે મૈત્રી પુરી કરી હવે કિશન સાથે રહેતી હોઇ હિરેન ઉશ્‍કેરાયોઃ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૭: ગોકુલધામ આવાસ યોજના ક્‍વાર્ટર હનુમાનજીના મંદિર પાસે રહેતી રાધીકા મહેન્‍દ્રભાઇ મકવાણા (ઉ.૨૨) નામની યુવતિએજેની સાથે મૈત્રી કરાર હતાં એ પુરા કર નાંખી હવે સંબંધ રાખવાની ના પાડતાં આ શખ્‍સે ‘તું મારી નહિ તો કોઇની નહિ થાય, તને મારી નાંખીશ' કહી ગાળો દઇ હેરાન કરી તેમજ ઘરમાંરહેલુ સાઇઠ હજારનું ટીવી તોડી નાંખી નુકસાન કરતાં ફરિયદ થઇ છે.

રાધિકાની ફરિયાદ પરથી પોલીસે આંબેડકરનગર-૫માં રહેતાં હિરેન ગોવિંદભાઇ પરમાર વિરૂધ્‍ધ આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, ૪૪૭ મુજબ ગુનો નોંધ્‍યો છે. રાધિકાએ પોલીસને જણાવ્‍યું છે કે હું ભાડેથી હાલમાં મિત્ર કિશન ડોડીયા તથા ત્રણ વર્ષના પુત્ર સાથેરહુ છું. મારા માતા-પિતા અલગ રહે છે. એક મહિના પહેલા મારા માતા-પિતાના પડોશમાં રહેતાં હિરેન પરમાર સાથે હું મૈત્રી કરારથી રહી હતી. પણ તે મારા દિકરાને રાખતો ન હોઇ જેથી મેં મૈત્રી સંબંધ પુરા કરી નાખતા અને હવે કિશન ડોડીયા સાથે હું રહેવા માંડતાં હિરેનને ન ગમતાં તે મારી ઘરે આવ્‍યો હતો અને કિશનની ગેરહાજરીમાં મને ગાળો દીધી હતી. તેમજ તું મારી નહિ તો કોઇની નહિ થાય, હું તને મારી નાંખીશ તેવી ધમકી આપી ગાળો દઇ જતો રહ્યો હતો.

આ ઉપરાંત ત્રણેક દિવસ પહેલા ઘરમાં ઘુસી એલીસ્‍ટા કંપનીનું ૬૦ હજારનું ટીવી તોડી નાંખ્‍યું હતું. જે તે વખતે હું ગભરાઇ ગઇ હોઇ મેં ફરિયાદ કરી નહોતી. પણ તે ફરી ધમકી આપી જતાં ફરિયાદ કરી હતી. તેમ રાધિકાએ જણાવતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:14 pm IST)