Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રાજકોટ મંડપ કોન્ટ્રાકટર સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટ એસોસીએશનના પરિવારજનો માટે સોમવારે રાસોત્સવ

બહેરામુંગા શાળાના બાળકો પણ રાસે રમશે, ભોજન માણશે

રાજકોટઃ રાજકોટ મંડપ કોન્ટ્રાકટર સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટ એસોસીએશન દ્વારા આગામી તા.૧૦ ના સોમવારે સાંજે ૭.૩૦ થી ૧૦ સુધી શરદોત્સવનું આયોજન કરવામાં આવેલ લે.

કાલાવડ રોડ અરબન ડેક રેસ્ટ્રો.વાળો રોડ સેલિબ્રેશન પાર્ટી પ્લોટ પાછળ આવેલ કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે આયોજીત આ રાસોત્સવમાં મંડપ કોન્ટ્રાકટર સાઉન્ડ એન્ડ  સ્ટેજ લાઇટ એસો. ના આશરે બે હજારથી વધુ લોકો રાસ લ્હાણની મજા માગશે. ૧૬ વિજેતાઓને ઇનામો અપાશે.

આ સાથે બહેરા મંુગા શાળાના બાળકો  પણ ગરબે ઘુમશે. અને ભોજનનો પણ રસાસ્વાદ માણશે.

આયોજનમાં રાજકોટ મંડપ એન્ડ સાઉન્ડ એન્ડ સ્ટેજ  લાઇટીંગ એસો.ના પ્રમુખ જીતુભાઇ પટેલ મો. ૯૨૨૮૩૦૯૮૦૦, વિરાંગ ત્રિવેદી મો.૯૮૨૫૮૫૮૦૨૯, અશોકભાઇ લુણાગરીયા મો. ૯૦૩૩૨ ૧૮૮૭૬, અર્જુનભાઇ મેર, નિલેશભાઇ સરવૈયા, જયદીપભાઇ જાંબુચા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:11 pm IST)