Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મનપા દ્વારા કાલે વોર્ડ નં.૭માં સેવાસેતુ કાર્યક્રમ

રાજકોટ તા. ૭ : મહાનગરપાલિકા દ્વારા પણ મહાનગરપાલિકાને લગત જુદી - જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી - જુદી તારીખોએ  આઠમાં તબકકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનું આયોજન કરેલ છે જેના અનુસંઘાને સવારે ૯ કલાકે શ્રી જે.જે.પાઠક પ્રાથમીક શાળા (શાળા નં. ૧૯), સરદારનગર મેઇન રોડ, યાજ્ઞીક રોડ પાસે રાજકોટ ખાતે વોર્ડ નં. ૭માં આઠમાં તબકકાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેશે. તેમ સ્‍ટે.કમીટી ચેરમેન પુષ્‍કર પટેલ, મ્‍યુનિ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્‍યું હતું.આ અવસરે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્‍યક્ષ ઉદયભાઇ કાનગડ, ડેપ્‍યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઇ ધવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા વગેરે ઉપસ્‍થિત રહેશે.

(3:39 pm IST)