Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વોર્ડ નં. ૧૭માં કોઠારીયા રોડ, વિસ્‍તારમાં પેવીંગ બ્‍લોક કામનો પ્રારંભ ખાતમુર્હુત

રાજકોટઃ વોર્ડ નં. ૧૭માં કોઠારીયા રોડ શાળા નં.૬૧ પાછળ આશાપુરા મંદિરમાં કોર્પોરેટર કિર્તિબા રાણાની ગ્રાન્‍ટમાંથી પેવિંગ બ્‍લોકનું ખાતમુહુર્ત મંજુર થયેલ છે. આ પ્રસંગે વોર્ડ નં.૧૭ ના શાસકપક્ષ નેતા વિનુભાઇ ધવા, કોર્પોરેટર રવજીભાઇ મકવાણા, કોર્પોરેટર કિર્તિબા રાણા, રાજકોટ શહેરના કિશાન મોરચાના મંત્રી વિઠ્ઠલભાઇ પટેલ, જેન્‍તીભાઇ સરધારા, પ્રમુખ જેન્‍તીભાઇ નોંધણવદરા, મહામંત્રી યોગેશભાઇ ભટ્ટ, ચંદુભાઇ ગરનારા, સુરૂભા ઝાલા, દિનેશભાઇ ગોંડલીયા, કાન્‍તીભાઇ જોબનપુત્રા, હિતેન્‍દ્રભાઇ વડેરા, હરદેવસિંહ જાડેજા, મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન પરમાર, રસીલાબેન પાંભર, પુજારી પ્રકાશભાઇ ગોસ્‍વામી, સહદેવસિંહ વાળા, નટવરસિંહ વાઘેલા, હકુબાપા ભરવાડ, મનસુખભાઇ લખતરીયા, જગતસિંહ પરમાર, પરાક્રમસિંહ જાડેજા, સહિતના લતાવાસીઓ બહેનો તેમજ ભાઇઓ ઉપસ્‍થિત રહયા હતા.

(3:34 pm IST)