Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કલબ યુવીને આગવી ઓળખ આપતી ચેરમેન- વા.ચેરમેનની બેલડી

નવરાત્રી મહોત્‍સવમાં નવી પરંપરાના સર્જક કલબ યુવીઃ મૌલેશ ઉકાણી, સ્‍મિત કનેરીયા

રાજકોટ,તા.૬: રાજકોટની ઉત્‍સવપ્રિય જનતા માટે કલબ યુવી નવરાત્રી મહોત્‍સવનું નામ સતત ગુંજતુ રહે છે. સંસ્‍કારી સુરક્ષીત અને ભકિતસભર વાતાવરણ વચ્‍ચે કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો સમગ્ર પારીવારીક વાતાવરણ વચ્‍ચે મન મુકી નવરાત્રી મહોત્‍સવને માણી શકે તે માટે હર વર્ષે કંઈક નવું કરવાની પરંપરા એ કબલ યુવીની આગવી ઓળખ છે. એનો શ્રેય કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી તથા વાઈસ ચેરમેન સ્‍મિતભાઈ કનેરીયાને આપતા કલબ યુવીના હોદેદારો તથા ૧૦૮ની ટીમ દ્વારા તેમને હર્ષભેર વધાવ્‍યા હતા.

અર્વાચીન રાસોત્‍સવની સાથોસાથ આપણા પ્રાચીન સંસ્‍કારો, પ્રાચીન ગરબાઓ, માતાજીના પૂજન અર્ચન માટે કલબ યુવીનાં પ્રારંભથી જ રાસોત્‍સવના ગ્રાઉન્‍ડ પર કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાનું મંદિર બનાવાય છે. સમગ્ર નવરાત્રી મહોત્‍સવને ધર્મ સાથે જોડીને મહાઆરતી તથા ધ્‍વજાજીના પૂજન જેવા કાર્યક્રમો થકી નવરાત્રીની ઉજવણી કરાય છે. જેમાં દરરોજ પૂજન આરતી બાદ જ રાસોત્‍સવનો પ્રારંભ કરાય છે. ખેલૈયાઓ માટે ટ્રેડીશ્‍નલ પારંપારીક વષાો તેમજ ટાઈટ સીકયોરીટીનું આયોજન અમલી બનવાય છે.

(3:34 pm IST)