Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મોવિયામાં ગંગા સ્‍વરૂપ માતાઓના હસ્‍તે બાળાઓને લ્‍હાણી વિતરણ

રાજકોટઃ સંત શ્રી ખીમદાસબાપુ ચૈતન્‍ય સમાધિ મંદિર વડવાળી જગ્‍યા મોવિયા ધામ દ્વારા અઢારે વર્ણની  તમામ ગરબી મંડળની બાળાઓને ગંગા સ્‍વરૂપ વિધવા બહેનોને અને ગામના આગેવાનોના હસ્‍તે લ્‍હાણી વિતરણ કરવામાં આવેલ. જગ્‍યાના ગાદીપતિ પૂજય મહંત શ્રી ભરતબાપુ એવંમ અલ્‍પેશ બાપુ દ્વારા તમામ દીકરીઓનું વિશેષ માન સન્‍માન સાથે પૂજય અર્ચન કરવામાં આવ્‍યું હતું. નવલા નોરતે ચેતન સમાધિના સાનિધ્‍યમાં નાની બાળકીઓ મન ભરીને ગરબે રમી રાસોત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ ભાર્ગવભાઈ અંદીપરા, મોવિયા ગામના સરપંચ કંચનબેન  રોહીતભાઈ ખુટ, રાહુલભાઈ, નથુભાઈ ખુટ, ચંદુભાઈ તથા ધીરૂભાઈ ધડુક, પ્રવીણભાઈ ભાવેશ બાપુ, જેન્‍તીબાપુ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:33 pm IST)