Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કાલે સમસ્‍ત કોળી સમાજના ‘થનગનાટ' રાસોત્‍સવ

પૂ.ઋષીભારતી બાપુ અને પૂ.વાલજી ભગતના હસ્‍તે દિપપ્રાગટયઃ સમાજના આગેવાનોની ઉપસ્‍થિતિઃ ઈનામો : સમસ્‍ત કોળી સમાજ માંધાતા ગ્રુપ દ્વારા શાષાી મેદાન ખાતે આયોજન

રાજકોટઃ સમસ્‍ત કોળી સમાજ શ્રી માંધાતા ગ્રુપ રાજકોટ દ્વારા એક દિવસીય રાસોત્‍સવ ‘થનગનાટ'નું  આવતીકાલે તા.૮ને શનિવારે શાષાી મેદાન, લીમડા ચોક ખાતે  સાંજે ૭ વાગ્‍યાથી કરવામાં આવેલ છે.
કાર્યક્રમમાં સંત શ્રી પ.પૂ.શ્રી ઋષીભારતી બાપુ તથા પ.પૂ. સંત શ્રી વાલજી ભગત દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવશે. કાર્યક્રમનાં અધ્‍યક્ષસ્‍થાને રાજયકક્ષાના મંત્રી શ્રી આર.સી. મકવાણા તથજા માજી મંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકી હાજર રહેશે.
આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે શ્રીમતિ ભારતીબેન શિયાળ, મુકેશભાઈ પટેલ, મહેન્‍દ્રભાઈ મુંજપરા, દેવાભાઈ માલમ, કુંવરજીભાઈ બાવળીયા, રાજેશભાઈ ચુડાસમા, ચંદુભાઈ ડાભી, શ્રીમતી રમાબેન મકવાણા, માજી મુખ્‍ય મંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્‍દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા વિ.આગેવાનો ઉપસ્‍થિત રહેશે.
આ રાસોત્‍સવમાં કોળી સમાજના રાજકીય, સામાજિક સંગઠનના પ્રમુખ કર્મચારી મંડળ, કોળી સમાજના આગેવાનો હાજરી આપશે. આ કાર્યક્રમના પ્રેરણાસ્ત્રોત શ્રી માંધાતા ગ્રુપના સ્‍થાપક ભૂપતભાઈ એમ. ડાભી હોવાનું યાદીમાં જણાવાયું છે.
આયોજનને સફળ બનાવવા શ્રી માંધાતા ગ્રુપ ગુજરાતના પૂર્વ અધ્‍યક્ષ હિરેનભાઈ ભૂપતભાઈ ડાભી, શ્રી માંધાતા ગ્રુપ ગુજરાતના પ્રવકતા વિનોદભાઈ નાંગાણી, રાજકોટ જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર મહિલા પ્રમુખ લીલાબેન કુમરખાણીયા તેમજ સોમાભાઈ ભાલીયા, વલ્લભભાઈ પરમાર, પરેશભાઈ ચુડાસમા, ભરતભાઈ ભાલીયા, મનોજભાઈ સોલંકી, દેવાંગભાઈ કુંકાવા, ભુપતભાઈ મેર, નિલેશભાઈ જાદવ, જેન્‍તીભાઈ રોજાસરા, મયુરભાઈ નાગાણી, કિશનભાઈ મકવાણા, રવિભાઈ જાદવ જહેમત ઉઠાવી રહ્યા છે.
પાસ તેમજ વધુ માહિતી માટે મો.૭૦૬૯૭ ૮૭૦૭૦, મો.૯૭૧૪૦ ૮૦૧૯૪, મો.૯૩૭૪૧ ૧૫૪૬૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

(10:45 am IST)