Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

નાણાવટી ચોક આર.એમ.સી. કવાટર્સમાં મુસ્લિમ મહિલાની હત્યાના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ,તા. ૭: રાજકોટ શહેરમાં નાણાંવટી ચોક ખાતે આર.એમ.સી. કવાર્ટરમાં થયેલ મુસ્લિમ મહિલાના મર્ડર કેસમાં આરોપીનો જામીન પર છુટકારો રાજકોટ સેશન્સ કોર્ટ. ફરમાવેલ હતો.

રાજકોટ શહેરના નાણાંવટી ચોક પાસે આર.એમ. સી કવાર્ટરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી થયેલ માથાકુટ અંગે આ કામના ફરીયાદી (મરણજનાર)એ મુમતાઝબેન હનીફભાઇ જુણેજાએ રાજકોટ -૨ (યુનિ.) પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એકટ ૧૩૫ (૧) મુજબની ફરીયાદ નોંધાયેલ હતી.

ત્યારબાદ ગત તા. ૧/૬/૨૦ના રોજ આ કામના ફરીયાદીનું મૃત્યુ થતા આઇ.પી.સી.ની કલમ ૩૦૨નો ઉમેરો કરવામાં આવેલ જે અન્વયે પોલીસ દ્વારા ગત તા. ૭/૬/૨૦ના રોજ આ કામના આરોપીઓ (૧) હુશેનભાઇ ઉર્ફે ઢીંગી કાસમભાઇ મંગળીયા (૨) સદામ હુશેનભાઇ મંગળીયા, (૩) જીન્નતબેન હુસેનભાઇ મંગળીયા, (૪) નાજમીનબેન હુસેનભાઇ મંગળીયા (૫) ફીઝાબેન હુસેનભાઇ મંગળીયા (૬) જયેન્દ્રભાઇ દીલીપભાઇ ભટ્ટી (૭) મીલીનભાઇ કીરીટભાઇ ડાભી, (૮) કરણ જગદીશભાઇ ભટ્ટીની ઉપરોકત ગુન્હાના કામ સબબ રાજકોટના ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. જે પૈકી કરણ ભટ્ટીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

ગુજરાત હાઇકોર્ટ તેમજ વડી અદાલતના રજુ રાખેલ વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં લઇ રાજકોટના નામ. સેશન્સ જજ શ્રી પ્રશાંત જૈન સાહેબે આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામના આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા તથા એમ. એન. સિંધવ રોકાયેલા હતા.

(3:19 pm IST)