Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

એક વર્ષ પહેલા ૯૪ હજારની ચોરી કરી ભાગેલા નેપાળી ચોકીદાર સૂરજને ક્રાઇમ બ્રાંચે પકડ્યો

અગાઉ મુંબઇ, ગુજરાતમાં અનેક ચોરીના ગુનામાં સંડોવણીઃ બે દિવસ પહેલા રાજકોટ હાથફેરો કરવા આવ્યો ને ઝપટે ચડ્યો

રાજકોટ તા. ૭: એક વર્ષ પહેલા રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે ગોલ્ડન પાર્ક મેઇન રોડ પર ભકિતધામ સોસાયટીમાં રહેતો અને ચોકીદારી કરતો સૂરજ ચકબહાદુર દમાઇ (ઉ.વ.૨૭) નામનો નેપાળી શખ્સ ૯૪ હજારની ચોરી કરી ભાગી ગયો હતો. આ તસ્કર બે દિવસથી મુંબઇ તરફથી ફરી  રાજકોટ આવ્યાની બાતમી મળતાં તેને રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસેથી પકડી લેવાયો છે.

આ શખ્સ મુળ નેપાળના કેલાલી ભલકાનો વતની છે. અગાઉ મુંબઇ, રાજકોટ તેમજ ગુજરાતના બીજા શહેરોમાં ચોરીઓના અનેક ગુનામાં સંડોવાઇ ચુકયો છે. મુંબઇમાં ચાર તથા અન્ય બે શહેરોમાં બે તથા રાજકોટ એ-ડિવીઝનમાં એક મળી ૭ ગુના નોંધાઇ ચુકયા છે. આ શખ્સ અગાઉ ચોરી કરી મુંબઇ જતો રહ્યો હતો. બે દિવસ પહેલા તે રાજકોટ આવ્યો હતો અને ફરીથી કયાંય હાથફેરો કરે એ પહેલા હેડકોન્સ. જે. પી. મેવાડા, હરદેવસિંહ જાડેજા તથા કોન્સ. એભલભાઇ બરાલીયાની બાતમી પરથી પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી તથા બાતમી મળી તે ટીમ અને સાથેના સોકતભાઇ, તોરલબેન જોષી સહિતે તેને પકડી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:09 pm IST)