Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

વાદલડી વરસી રે, શુભેચ્છાના સરોવર છલી વળ્યા..

ગોવિંદભાઇને શુભેચ્છાથી ભીંજવતા પ્રદેશ અને કેન્દ્રના ધુરંધરો

નરેન્દ્રભાઇ, અમિતભાઇ, પાટીલ, રૂપાણી, પટેલની શુભેચ્છા

રાજકોટ,તા. ૭ : ભાજપના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલને આજે ૭ ઓગષ્ટે જન્મદિન નિમિતે સ્થાનિક અને પ્રદેશ તથા કેન્દ્રના નેતાઓ દ્વારા શુભેચ્છા મળી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલએ તેમને પત્ર પાઠવી શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ ફોનથી હેપ્પી બર્થ ડે કહ્યુ છે. ગોવિંદભાઇએ શુભેચ્છા બદલ પ્રસન્નતા વ્યકત કરી સૌનો આભાર માન્યો છે. 

(3:56 pm IST)