Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

શિક્ષણ સમિતિ ત્રણ અંગ્રેજી માધ્યમની શાળામાં નર્સરી માટેના પ્રવેશ ફોર્મ સોમવારથી મળશે

તા. ૧ર સુધી સવારના ૧૧ થી ર અને સાંજે ૩.૩૦ ની પ.૩૦ વાગ્યા સુધી શિક્ષિણ સમિતિ કાર્યાલય કરણપરા ખાતે ભરી જમા કરી શકાશે : અતુલ પંડિત

રાજકોટ, તા. ૭ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત તા. ૯ થી તા. ૧ર સુધી કરવામાં આવશે.

આ અંગે શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે, રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ન્યુ બાલમુકુંદ સોસા. સાધુ વાસવાણી માર્ગ, ડો. હોમિ જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ગોપાલ ડેરી પાછળ દુધ સાગર માર્ગ તથા કવિ નર્મદ અંગ્રેજી માધ્યમ શાળા, ૩/૯ ગાયત્રીનગર બોલબાલા માર્ગ ખાતે આવેલ શાળાઓમાં નર્સરીમાં એડમિશન માટેના ફોર્મ તા. ૦૯ સોમવારથી તા. ૧ર ગુરૂવાર સુધી દરરોજ સવારના ૧૧-૦૦ થી બપોરે ર-૦૦ સુધી અને સાંજે ૦૩-૩૦ થી ૦પ-૩૦ દરમ્યાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાર્યાલય, કરણપરા ચોક પાસેથી મેળવવાના રહેશે તેમજ તા. ૧૩ ઓગસ્ટ ર૦ર૧ શુક્રવાર સુધીમાં ભરી જમા કરાવી શકાશે. ફોર્મ ભરવા માટે બાળકના જન્મ તારીખના દાખલાની નકલ, એક પાસપોર્ટ સાઇઝ ફોટો તથા રેસીડેન્ટ પ્રૂફની નકલ સાથે લાવવાની રહેશે જે બાળકની જન્મ તા. ૦૧ જુન-ર૦૧૭ થી તા. ૩૧ મે ર૦૧૮ સુધીમાં હશે તેના જ ફોર્મ ભરી શકાશે. તેમ શિક્ષણ સમિતિની યાદીમાં જણાવાયું છે. 

(3:52 pm IST)