Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

કાલે વધુ ૪ર.૭ર કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ

મહાનગર પાલિકા તથા શહેરી વિકાસ સતા મંડળના સંયુકત ઉપક્રમે શહેરી જનસુખાકારી દિન : આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી દિલીપ ઠાકોરના હસ્તે : મુખ્યમંત્રી વિજયભાઇ તથા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે

રાજકોટ, તા. ૭ : રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુકત ઉપક્રમે શહેરી જનસુખાકારી દિનની ઉજવણી અંતર્ગત રૂ.૪ર.૭ર કરોડના ખર્ચે વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ  મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી,  ગૃહમંત્રી   પ્રદિપસિંહ જાડેજા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે.

કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના  મંત્રી  દિલીપકુમાર ઠાકોરના   હસ્તે કરવામાં આવશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન અમિત અરોરા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, બાંધકામ કમિટી ચેરમેન કેતનભાઈ પટેલ, ડ્રેનેજ કમિટી ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, લાઈટીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુકત ઉપક્રમે ઙ્કશહેરી જનસુખાકારી દિન ની ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ તા.૦૮ સવારે ૦૯.૪૫ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે  મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી,  ગૃહમંત્રી   પ્રદિપસિંહ જાડેજા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના  મંત્રી  દિલીપકુમાર ઠાકોરના   હસ્તે કરવામાં આવશે.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા શહેરના આસપાસના વિસ્તારોમાં વિવિધ વિકાસ કામો પૈકી રૂ.૩૯.૯૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.૨.૭૪ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત મળી કુલ રૂ.૪૨.૭૨ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થશે.

આ પ્રસંગે સાંસદ   મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે ઉપસ્થિત રહેશે.

(3:52 pm IST)