Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

વૃધ્ધાના ગળામાંથી સોનાનો ચેઇન આંચકી લેવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા. ૭ :  વૃધ્ધોને નિશાન બનાવી સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ર૩-૭-ર૧ ના રોજ રામકૃષ્ણનગરમાં આવેલ હાટેશ્વર મહાદેવદ મંદીર પાસે ફરીયાદી વૃધ્ધા ભાનુમતીબેન કીશોરભાઇ લોટીઆ ચાલીને જતા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આરોપી આવી વૃધ્ધના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરી ભાગી ગયેલ તે ગુન્હામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ તેને જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપી સુરેશભાઇ ઉર્ફે સુનીલ ઉર્ફે ચોટો હરીભાઇ બાબરીયા રહે. મનહર પરા, ભાવનગર રોડ વાળાએ જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થઇ જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીઓ વૃધ્ધાને નિશાન બનાવી સોનાના ચેઇનની ચીલઝડપ કરે છે. અને આવા આરોપીઓને જો જામીન આપવામાં આવશે તો તે ફરીથી આ ગુનહા કરશે અને વૃધ્ધાને બહાર નીકળવું મુશ્કેલ થઇ જશે. તેથી જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ તેને ધ્યાને લઇ સેસન્સ શ્રી પ્રશાંત જૈન જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:18 pm IST)