Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

નિયમનો ભંગ કરી બૂલેટ હંકારનારા પર તવાઇઃ અડધા કલાકમાં પંદર ચાલકો દંડાયાઃ પીઆઇ એસ. એન. ગડુ અને ટીમની કડક કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં બૂલેટમાં કાનફાડી નાંખે તેવા હોર્ન રાખી તેમજ કંપનીએ આપ્યા હોય એ સાયલેન્સરમાં ફેરબદલ કરી બૂલેટથી ફાયરીંગ કરી રસ્તાઓ પર શેરીઓ ગલીઓમાં અમુક બૂલેટ ચાલકો ત્રાસ ફેલાવતાં હોવાની સતત ફરિયાદો ઉઠી હોઇ તેમજ અમુક બૂલેટ ચાલકો બેફામ સ્પીડથી કાવા મારી નીકળી પોતાની અને બીજા રાહદારીઓ, વાહન ચાલકોની જિંદગી ભયમાં મુકી દેતાં હોવાની ફરિયાદો ઉઠતાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આવા બૂલેટ ચાલકો સામે કાર્યવાહી કરવા સુચના આપી હોઇ એસીપી ટ્રાફિક વી.આર. મલ્હોત્રાની રાહબરીમાં પીઆઇ સુખવિન્દરસિંઘ એન. ગડુ તથા તેમની ટીમોએ અલગ અલગ પોઇન્ટ પર ઓચીંતી ડ્રાઇવ યોજી અડધા કલાકમાં ૧૫ બૂલેટ શોધી કાઢી દંડ ફટકારવાની અને ડિટેઇન કરવાની કાર્યવાહી કરી હતી. આવ બૂલેટ ચાલકોએ નિયમ વિરૂધ્ધ હોર્ન ફીટ કરાવ્યા હતાં તેમજ અમુકમાં બીજા નિયમોનો ભંગ થતો માલુમ પડ્યો હતો. તસ્વીરમાં કાર્યવાહી કરતાં પીઆઇ એસ. અને. ગડુ અને ટીમો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(3:17 pm IST)