Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

કુવાડવામાં હિટ એન્ડ રનઃ આઇશરે બાઇકને ઉલાળી દેતાં એમપીના રીંકુસિંગનું માથુ છુંદાઇ જતાં મોત

રાજકોટ તા. ૯: કુવાડવા ગામમાં મુખ્ય ચોકડી પાસે હિટ  એન્ડ રનની ઘટનામાં બાઇકને આઇશરના ચાલકે ઠોકરે લેતાં બાઇકચાલક મુળ મધ્યપ્રદેશનો રિંકુસિંગ સંજુસિંગ (ઉ.વ.૨૫) રોડ પર ફેંકાઇ જતાં માથાનાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ.  મૃતક એમપીના બગદરી ખુર્દ કેસલીનો વતની હતો. હાલમાં જીયાણા પાસે સ્કાય વિંગ નામના દોરાના કારખાનામાં કામ કરી ત્યાં જ રહેતો હતો. બાઇક નં. જીજે૦૩એલએચ-૮૩૩૦ હંકારીને તે કામ સબબ નીકળ્યો હતો ત્યારે આઇશરનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનામાં પીએસઆઇ એન. બી. ડાંગર વધુ તપાસ કરે છે. ઘટના સ્થળે યુવાનનો નિષ્પ્રાણ દેહ, તેનું બાઇક અને ઇન્સેટમાં તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:17 pm IST)