Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ચુનારાવાડમાં જૂના ઝઘડાનો ખાર રાખી અમીત સોલંકીને છરી ઝીંકાઇ

ભરત અને પ્રવિણ સહિત ચાર શખ્સોએ ઝઘડો કરી છરી ઝીંકી દીધી

રાજકોટ તા. ૭ :.. ચુનારાવાડમાં જુના ઝઘડાનો ખાર રાખી ભંગારના ધંધાર્થી પર ચાર શખ્સોએ છરી વડે હૂમલો કરતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ ચુનારાવાડ શેરી નં. પ માં રહેતા ભંગારના ધંધાર્થી અમીતભાઇ બટુકભાઇ સોલંકી (ઉ.વ.૪ર) બપોરે પોતાના ઘર પાસે હતો. ત્યારે ભરત, પ્રવિણ અને અજાણ્યા બે શખ્સોએ આવી અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી અમીતભાઇ ઢીકાપાટુનો માર મારી છરી વડે હૂમલો કરી નાસી ગયા હતાં. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ જતા અમીતભાઇને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં કાલાવડ રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે શુકન બીલ્ડીંગમાં રહેતો દિપેશ  કિરણભાઇ (ઉ.૧૯) સવારે પોતાના ઘર પાસે હતો. ત્યારે સિધ્ધાર્થ ગોવાણી નામના શખ્સે ઝઘડો કરી લોખંડના સળીયા વડે માર મારી નાસી ગયો હતો. બાદ દીપેશને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. 

(3:12 pm IST)