Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ભાજપના 'વિકાસ દિવસ' સામે કોંગ્રેસનું 'વિકાસ ખોજ' અભિયાન : સરકારના ઉત્સવોનો ઉગ્ર વિરોધ : ૩૦ની અટકાયત

રાજકોટ : ભાજપ શાસકો દ્વારા ઉજવાઇ રહેલા સુશાસન સપ્તાહ સામે શહેર કોંગ્રેસ દ્વારા દરરોજ વિરોધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે ભાજપના વિકાસ દિવસ સામે કોંગ્રેસે વિકાસ ખોજ અભિયાન હાથ ધરતા પોલીસે ૩૦ જેટલા આગેવાનોની અટકાયત કરી હતી તે વખતની તસ્વીરો. આ અંગે કોંગ્રેસ કાર્યાલયની યાદીમાં જણાવાયા મુજબ ગુજરાતની ભાજપ સરકાર ૭ ઓગસ્ટના દિવસે 'વિકાસ દિવસ' ઉજવીને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 'વિકાસ કોનો ? વિકાસ ખોજ અભિયાન' કાર્યક્રમ દ્વારા આજરોજ લિજ્જત પાપડ ગૃહ ઉદ્યોગ પાસે સ્લમ, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સરકારની નિષ્ફળતાઓનો વિરોધ દર્શાવવવામાં આવ્યો હતો. તેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા, હેમાંગ વસાવડા, ભાનુબેન સોરાણી, ભરતભાઈ મકવાણા, દિપ્તીબેન સોલંકી, પ્રતિમા બેન વ્યાસ, જયાબેન ટાંક, હિરલ રાઠોડ, વિનુભાઈ ધડુક, પ્રભાતભાઈ ડાંગર, નરેશભાઈ પરમાર, નારણભાઈ હિરપરા, સુરેશભાઈ ગરૈયા, દિલીપભાઈ આશવાણી, ઠાકરસીભાઈ ગજેરા, ભાવેશભાઈ ખાચરીયા, મહેશભાઈ પાસવાન, પ્રવીણભાઈ મૈયડ, ગીરીશભાઈ ઘરસંડિયા, કનકસિંહ જાડેજા, અલ્પેશ ટોપીયા, આશિષસિંહ વાઢેર, રોહિતભાઈ બોરીચા, રણજિત મુંધવા,મુકેશભાઈ પરમાર, હારદીપ પરમાર, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા, અજિતભાઈ વાંક સહીતના આગેવાનોની એ ડિવિઝન પોલીસ દ્વારા તમામ આગેવાનો કાર્યકરોની અટક કરવામાં આવી.(તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:11 pm IST)