Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રેલવે લોકોની કોલોની કવાર્ટરમાંથી સફાઇ કામદાર રામ અવતાર દારૂના ૧૨૬ ચપલા સાથે પકડાયો

ગાંધીગ્રામ પોલીસનો દરોડો : ૨૬ હજારનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૭ : જામનગર રોડ પર આવેલી રેલવે લોકો કોલોનીના કવાર્ટરમાં ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂના ૧૨૬ ચપલા સાથે સફાઇ કામદારને પકડી લીધો હતો. મળતી વિગત મુજબ રેલવે લોકો કોલોનીના કવાર્ટરમાં દારૂનો જથ્થો હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. ગોપાલભાઇ પાટીલ, દિવ્યરાજસિંહ જાડેજા તથા ગોપાલભાઇ બોળીયાને બાતમી મળતા લોકો કોલોની કવાર્ટર નં. બી-૮૫માં દરોડો પાડી કવાર્ટરમાં તલાશી લેતા રૂ. ૨૬,૧૦૦ની કિંમતના દારૂના ૧૨૬ ચપલા મળી આવતા રામ અવતાર ભગવાનસિંગ મીના (ઉ.૩૦) (રહે. રેલવેલોકો કોલોની કવાર્ટર નં. બી-૮૫ મૂળ કનસુતી ખેરા ગામ, રાજસ્થાન)ને પકડી લીધો હતો. રામઅવતાર રેલવેમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. આ કામગીરી પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, દિગ્વીજયસિંહ ગોહિલ, ગોપાલભાઇ બોળીયા, ભરતભાઇ ચૌહાણ તથા દિનેશભાઇ વહાણીયા દ્વારા કરવામાં આવી હતી.

(3:10 pm IST)