Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સગીરા સાથે દુષ્કર્મના ગુન્હામાં પરિણિત શખ્શની હાઇકોર્ટમાં જામીન અરજી મંજુર

રાજકોટ તા.૭ : પરિણિત હોવા અને બે સંતાનોના પિતા હોવાની હકીકત છુપાવી નાબાલિક છોકરી સાથે આડાસંબંધ રાખી બળાત્કાર અને પોકસોના ગુનામાં આરોપીને ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે.

આ ફરીયાદ સગીર પુત્રીના પિતાશ્રીએ વિગતવાર કરી જણાવેલ કે તેઓ તા.રર/પ/ર૧ના રોજ બજારમાં ગયેલ હતા ત્યારે તેની દિકરીને મોટર સાઇકલ ઉપર બેસાડી આરોપી ભગાડી લઇ ગયેલ છે. ત્યારબાદ તેમણે ગામમાં તથા ગામની આજુબાજુમાં તપાસ કરતા તેમની દીકરી મળી આવેલ નથી. જેથી તેઓએ કરજન તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ.

ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષકારોને સાંભળી ઠરાવેલ છે કે, આ જુદા જ પ્રકારનો પ્રેમસંબંધનો કેસ છે. રોજબરોજ બનતા અને વધતા બળાત્કારના કેસમાં સગીર છોકરીઓને કાયદા મુજબ રક્ષણ આપવું જોઇએ તે શંકા રહીત બાબત છે. અને તેટલા જ માટે બંધારણ અને કાયદાના ઘડવૈયાઓએ પોકસોનો કાયદો તથા કલમ-૩૭પ તથા ૩૭૬ માં સુધારાઓ કરેલ છે. આ અદાલત જાતીય ગુના કે જે સ્ત્રીઓ અને સગીરની સામે વધી રહ્યા છે. તેની ગંભીર નોંધ પણ લે છે. ભોગ બનનારનું નિવેદન વાંચતા સ્પષ્ટ થાય છે. કે, ભોગ બનનાર અરજદાર આરોપી સાથે પ્રેસબંધમાં હતા અને તેઓએ તેમની ઇચ્છાથી ઘર છોડી અરજદાર સાથે અલગ-અલગ જગ્યાએ ગયેલ છે તે સંજોગોમાં અરજદાર આરોપીને રેગ્યુલર જામીન આપવા યોગ્ય કેસ છે. અને શરતોને આધીન જામીન મુકત કરવા આદેશ ફરમાવવામાં આવેલ છે.

આ કામમાં અરજદાર આરોપી શબ્બીર પઠાણ વતી ગુજરાત હાઇકોર્ટમાં બ્રીજ વિકાસ શેઠ એડવોકેટ દરજજે રોકાયેલ હતા.

(3:07 pm IST)