Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ફાળદંગના વૃધ્ધ પટેલ દંપતિની હત્યાના પ્રયાસમાં સુત્રધાર શિવરાજ ઉર્ફ શિવકુ સહિત ૩ પકડાયા

અપહરણ કરી ખંડણી વસુલી હતી એ પછી જામીન પર છુટી શીવકુએ ફરી ગુંડાગીરી આચરી હતી : પીએસઆઇ પી. જી. રોહડીયા અને અરવિંદભાઇ ડી. મકવાણાની બાતમી પરથી બંનેને થાનના વગડીયા રસ્તા પરથી પકડી લેવાયા

રાજકોટ તા. ૭: કુવાડવા તાબેના ફાળદંગમાં રહેતાં પટેલ વૃધ્ધનું અપહરણ કરી ખંડણી વસુલનારા શિવરાજ ઉર્ફ શિવકુ વાળાએ આ ગુનામાં જામીન પર છુટ્યા બાદ ફરીથી પટેલ વૃધ્ધ વલ્લભભાઇ ભગવાનભાઇ ખુંટના ઘરમાં ઘુસી સાગ્રીતો સાથે મળી તેમના પર ધોકા-પાઇપથી હુમલો કરી હાથ પગ ભાંગી નાંખી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને વૃધ્ધના પત્નિને પણ માર માર્યો હતો. આ ગુનામાં કુવાડવા રોડ પોલીસે બે આરોપીને થાનના વગડીયા રસ્તેથી પકડ્યા બાદ હવે મુખ્ય સુત્રધાર શિવકુ સહિત ત્રણને પકડી લીધા છે.

પોલીસે શિવરાજ ઉર્ફશિવકુ ધીરૂભાઇ વાળા (ઉ.વ.૨૦-રહે. ફાળદંગ તા. રાજકોટ), કુલદીપ ઉર્ફ લંગડો મેરૂભાઇ વિકમા (ઉ.૨૫-રહે. ફુલઝર-ચોટીલા) અને મંગળુ દનકુભાઇ ખાચર (ઉ.૨૯-રહે. વૈશાલીનગર-૧૦) ને ગત સાંજે પીએસઆઇ પી. જી. રોહડીયા અને હેડકોન્સ. અરવિંદભાઇ ડી. મકવાણાની બાતમી પરથી થાન પાસેથી પકડી લઇ રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અગાઉ પકડાયેલા બે આરોપીઓ  મહિપત વજાભાઇ ચાવડા (ઉ.૩૬-રહે. ડેરોઇ તા. રાજકોટ) અને મોઇન સતારભાઇ ચોૈહાણ (ઉ.૨૧-રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર) જેલહવાલે થઇ ચુકયા છે.

અગાઉ પકડાયેલામાં મોઇન વિરૂધ્ધ અગાઉ મારમારી, હત્યાની કોશિષ અને ફરજમાં રૂકાવટના ત્રણ ગુના તથા મહિપત વિરૂધ્ધ દારૂના બે ગુના નોંધાઇ ચુકયા હતાં. જ્યારે હવે જે ત્રણ પકડાયા છે તેમાં શિવરાજ ઉર્ફ શિવકુ વિરૂધ્ધ મારામારી એટ્રોસીટી, જૂગાર, અપહરણ-બળજબરીના ગુના તથા કુલદિપ સામે દારૂના બે ગુના અને મંગળુ સામે જાહેરનામા ભંગનો એક ગુનો નોંધાઇ ચુકયો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા, કોન્સ. હરેશભાઇ સારદીયા, વિરેન્દ્રસિંહ જાડેજા અને મુકેશભાઇ સબાડે આ કામગીરી કરી હતી. ઝડપાયેલા ત્રણેય શખ્સની આગવી ઢબે પુછતાછ કરવામાં આવી હતી.

(1:02 pm IST)