Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સોમવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે શીવ- તાંડવ ધ્યાન

સરકારની ગાઈડ લાઈન અનુસાર કાર્યક્રમનું આયોજન

રાજકોટઃ ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતી આનંદ અમારા ગોત્રને સાર્થક કરતાં વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાશ ઉત્સવો, ભજન કિર્તન, ગીત સંગીત, વિવિધ સંમ્પ્રદાયોના ઉત્સવો, મૃત્યુ ઉત્સવ, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યક્રમથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર છેલ્લા ૩૬ વર્ષોથી અવાર- નવાર ઉત્સવો તેમજ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહ્યા છે.

આગામી તા.૯ને સોમવારના રોજ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. જેને અનુસંધાને હરસાલની માફક આ વર્ષે પણ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર સાંજના ૬:૪૫ થી ૭:૪૫ દરમ્યાન શિવ તાંડવ ધ્યાન તથા સંધ્યા ધ્યાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં સહભાગી થનારે માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે.

સ્થળઃ- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં, ૪ વૈદ્યવાદી, 'ડિ' માર્ટની પાછળની શેરી રાજકોટ.

વિશેષ માહિતીઃ- સ્વામી સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(1:01 pm IST)