Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રક્ષાબંધન નિમિતે મારૂતિ કુરિયર દ્વારા અનોખી સેવા

દેશના ત્રણ હજાર લોકેશન્સ પર ઓનલાઈન રાખડી પહોંચાડશેઃ કોવિડ-૧૯ના તમામ નિયમોનું પાલન કરશેઃ રાખડી માટે પિકઅપ અને ડિલીવરીનો પણ વિકલ્પઃ અજય મોકરીયા

રાજકોટઃ આ વર્ષના રક્ષાબંધનના તહેવારને વધુ ખાસ બનાવવા માટે ભારતની અગ્રણી કુરિયર અને લોજિસ્ટિકસ કંપનીઓમાં સ્થાન ધરાવતી શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડે અનોખી ઓનલાઈન તથા ઓફલાઈન રાખડી બુકિંગ અને ડિલિવરી સર્વિસ લોન્ચ કરી છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારે ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને સંતોષવા કંપનીએ આ સેવા શરૂ કરી છે. દેશભરમાં કોવિડ-૧૯ની ત્રીજી વેવનું જોખમ તોળાઈ રહ્યું છે અને સલામત અંતર જાળવીને સુરક્ષા પર ધ્યાન આપવાની તાતી જરૂર જણાઈ રહી છે. આવા સમયે કંપનીએ રાખડી અને ચોકલેટ ગિફ્ટ પેકનું ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું છે તથા તહેવારના સમયે ગ્રાહકોને સુરક્ષા પૂરી પાડવા માટે ડિલિવરી સર્વિસીસને વધુ સુવ્યવસ્થિત બનાવી છે.

આ નવી પહેલના પ્રારંભ અંગે શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર શ્રી અજય મોકરિયાએ જણાવ્યું હતું કે આ વર્ષના રક્ષાબંધનના તહેવારને સુરક્ષિત અને યાદગાર બનાવવા માટે રાખડીના ઓનલાઈન બુકિંગ અને ડિલિવરી સર્વિસનો પ્રારંભ કરતા અમે ખુશી અનુભવીએ છીએ.  તહેવારોના સમયે ગ્રાહકો ઈચ્છે છે કે તેમના શિપમેન્ટ્સ ઝડપથી અને સુરક્ષિત રીતે ડિલિવર થાય. વર્તમાનમાં કોવિડ-૧૯ના પડકારજનક માહોલ દરમિયાન કંપની તમામ રાખી શિપમેન્ટ ડિલિવર કરવા માટે ખાસ ધ્યાન રાખી રહી છે અને કડક હેલ્થ પ્રોટોકોલ્સ, ડિસ્ટન્સિંગ અને ડિજિટલ ડિલિવરીનું પાલન કરી રહી છે.

ઓનલાઈન રાખડી બુકિંગ માટે ગ્રાહકે કંપનીની વેબસાઈટ www.shreemaruticourier.com પર જઈને ખૂબ જ કિફાયતી દરે વિવિધ રેન્જની રાખડી અને ચોકલેટ બોકસનું બુકિંગ કરી શકે છે. આ રાખડી ખાસ ડિઝાઈન કરેલા કવરમાં પેક કરવામાં આવશે. આ તહેવારને ખાસ બનાવવા માંગતા ગ્રાહકો માટે શ્રી મારૂતિ કુરિયરે રાખડી અને ચોકલેટ બોકસનું ખાસ રાખી ગિફ્ટ બોકસ તૈયાર કર્યું છે. આ ઓનલાઈન રાખડી ડિલિવરી સર્વિસ ભારતના ૩,૦૦૦ લોકેશન્સ પરઉપલબ્ધ રહેશે.

જે બહેનો પરંપરાગત રીતે તેમની પોતાની રાખડી મોકલવા માંગતી હોય તેઓ શ્રી મારૂતિ કુરિયરના નજીકના લોકેશનથી ખાસ ઓનલાઈન બુકિંગ અને પિક-અપ સર્વિસનો લાભ લઈ શકે છે. એક વખત ઓનલાઈન બુકિંગ થઈ જાય પછી કંપનીના ડિલિવરી બોય તેમના ઘરે આવશે, રાખડીનું કવર મેળવશે અને બાદમાં તે કવર દુનિયાના કોઈપણ સ્થળે રહેતા તેમના ભાઈને ડિલિવર થશે. અમને ગર્વ છે કે અમે છેલ્લા ૩૫ વર્ષોથીદુનિયાભરમાં ભાઈઓને રાખડીનો પ્રેમ અને હૂંફ પહોંચાડવાનો વિશ્વાસ અને પરંપરા જાળવી રાખી છે, એમ શ્રી મોકરિયાએ જણાવ્યું હતું.

(1:00 pm IST)