Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

'સપનાના વાવેતર મેરેજ બ્યુરો ગ્રુપ' દ્વારા ૧૫ મીએ નિઃશુલ્ક ઓનલાઇન આંતરરાષ્ટ્રીય પરીચય પસંદગી મેળો

રાજકોટ તા. ૭ : છેલ્લા દસ વર્ષથી નિઃશુલ્ક પ્રવૃત્તિ કરતી મુંબઇની સંસ્થા 'સપનાના વાવેતર' દ્વારા ગયા સપ્તાહે ઓનલાઇન રાષ્ટ્રીય પરીચય મેળાનું આયોજન કરાયા બાદ સફળતાથી પ્રેરાઇને  ફરી તા. ૧૮ ઓગષ્ટના રવિવારે બપોરે ૩ થી રાત્રે ૧૧ સુધી ઓનલાઇન નિઃશુલ્ક આંતરરાષ્ટ્રીય 'યુવક  યુવતિ પરિચય મેળો' યોજવામાં આવેલ છે. ઉમેદવારો વોટસએપના માધ્યમથી બાયોડેટા સીંગલ પેઇઝમાં કલર ફોટા સાથે મોકલી શકશે. કોઇ ચાર્જ નથી.

સૌરાષ્ટ્ર કચ્છ, ગુજરાત, મુંબઇ, મહારાષ્ટ્ર, દુબઇ, લંડન, કેનેડા, અમેરીકા, ઓસ્ટ્રેલીયા સહીતના દેશોમાં કો-ઓર્ડીનેટરોના માધ્યમથી બાયોડેટા મેળવવામાં આવશે. તમામ કો-ઓર્ડીનેટરોના સંકલન અને સહકારથી ઓનલાઇન પરિચય મેળો ગોઠવવામાં આવશે. દેશ વિદેશથી રઘુવંશી સમાજના યુવક યુવતિઓ પરીચય મેળામાં ભાગ લઇશકે તે માટેનો મુખ્ય હેતુ ઇન્ડિયાના યુવક યુવતીઓ વિદેશ લગ્ન કરી ત્યાં સ્થાઇ થઇ શકે અને વિદેશ વસતા રઘુવંશીઓ ભારતમાં લગ્ન કરી અહીં સેટ થઇ શકે તેવો છે.

સપનાના વાવેતર દ્વારા યોજાયેલ આ ઓનલાઇન યુવક યુવતિ પરિચય મેળામાં જોડાવા રાજકોટના અશોક હિન્ડોચા મો.૬૩૫૪૪ ૪૫૭૯૯, પ્રફુલભાઇ ચંદારાણા મો.૯૪૨૬૯ ૦૬૭૩૨, મનુભાઇ ધોકાઇ દ્વારકા મો.૪૨૭૪ ૨૨૪૫૪,  હરેશભાઇ કોટક  ચોટીલા મો.૯૪૨૬૨ ૦૬૨૦૦, નીખલભાઇ ગણાત્રા અમરેલી મો.૯૪૦૮૦ ૨૫૧૮૪, કલ્પેશભાઇ ઠકકર સુરત મો.૭૯૯૦૦ ૬૪૧૪૩, ધંધુકા લોહાણા મહાજનના રાજેન્દ્રભાઇ ઠકકર મો.૯૮૨૫૧ ૯૭૬૦૧, જુનાગઢના ક્રિષ્નાબેન ચોલેરા મો.૯૪૨૭૯ ૭૫૧૫૭, જામનગરના ચેતનાબેન માણેક મો.૯૭૨૫૦ ૮૭૭૯૯, મીઠાપુરમાં ચીરાગભાઇ તન્ના મો.૯૨૭૭૫ ૫૬૫૧૮, ધરમપુરમાં રમેશચંદ્ર રાચ્છ મો.૯૯૨૫૬ ૭૮૯૯૮, જયોતિબેન રાચયુરા નાસીક મો.૯૨૨૫૧ ૧૭૩૨૨, મૌલીકભાઇ રાજા ઘાટકોપર મો.૯૮૨૦૪ ૯૯૬૫૧, રેખાબેન બાટવીયા વસઇ મો.૯૩૨૦૮ ૪૨૨૨૬, પન્નનાબેન બાટવીયા મુંબઇ મો.૮૮૫૦૫ ૬૩૪૪૫, મનુભાઇ બાટવીયા મો.૯૩૨૫૯ ૪૮૫૭૫ યુએઇ, શિલ્પાબેન ઠકકર દુબઇ ૦૦૯૭૧૫૦૩૮૨૮૯૫૨, ચંદ્રીકાબેન રૂપારેલ દુબઇ ૦૦૯૭૧૫૦૧૧૮૩૧૬૦ વગેરે ઉપરાંત નાઇરોબી, યુ.કે. યુ.એસ.એ.ના કોઓર્ડીનેટરનો સંપર્ક કરી શકાશે. તેમ અશોકભાઇ હિન્ડોચાની યાદીમાં જણાવાયુ છે.

(11:46 am IST)