Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ત્રંબામાં ફરીવાર તસ્કરોના પગલાઃ આશીર્વાદ એગ્રો દૂકાન નિશાન બનીઃ અગાઉ પણ અહિ ચોરી થઇ'તી

રાજકોટઃ લાંબો સમય સુધી પોલીસના કડક પેટ્રોલીંગને કારણે તસ્કરો ત્રંબા પંથક તરફ નજર કરતાં નહોતાં. ત્યાં હવે અચાનક ફરીથી તસ્કરોએ ગામમાં પગલા પાડ્યા છે. રાત્રીના ત્રંબા ભાવનગર હાઇવે પર આવેલી અનિલભાઇ ચંદુભાઇ નશીતની આશીર્વાદ એગ્રો નામની દૂકાનનું શટર વચ્ચેથી વાળી નાંખી અંદર પ્રવેશી તસ્કરો પરચુરણ ત્રણેક હજારની મત્તા ચોરી ગયા છે. એક વર્ષ પહેલા પણ આ દુકાનમાં ચોરી થઇ હતી. ત્યારે સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા હતાં. ફરી વખત આ જ દૂકાનને નિશાન બનાવાઇ હોઇ પોલીસને જાણ કરવામાં આવ્યાનું ત્રંબાથી તસ્તીરો મોકલી જી. એન. જાદવે જણાવ્યું હતું.

(11:43 am IST)