Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

અંગ્રેજીમે કહેતે હૈ કી આઇ લવ યુ, બંગાળીમે કહેતે હૈ કી હમી તમા કે ભાલો બાસી ઔર...

ગુજરાતીમાં બોલુ ... 'તને પ્રેમ કરૂ છું!'

૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે : જોહર કાર્ડસ સહીત ગીફટ આર્ટીકલ બજારોમાં ખરીદીનો ધમધમાટ શરૂ : સ્નો ફોલવાળા લાઇટીંગ મ્યુઝીકલ કપલ ડોમ, રેડીયમ કપલ શોપીસ, હેન્ગીંગ ઝુમર, લાઇટીંગ કપલ સ્ટેચ્યુવાળી રીવોલ્વીંગ કેન્ડલનું ભારે આકર્ષણ

રાજકોટ તા. ૭ : પ્રેમ અભિવ્યકત કરવાનો અવસર એટલે 'વેલેન્ટાઇન ડે'...  દર વર્ષે ૧૪ ફેબ્રુઆરીના આ દિવસ મનાવવામાં આવતો હોય છે. હવે વેલેન્ટાઇન દિવસને હવે ગણત્રીના જ દિવસો બાકી રહ્યા હોય પ્રેમ અભિવ્યકત કરવા માટે કંઇને કંઇ વસ્તુઓ ખરીદવા ગીફટ આર્ટીકલ અને શો પીસની બજારોમાં અત્યારથી જ ખરીદીનો ધમધમાટ શરૂ થઇ ચુકયો છે.

રાજકોટના ડો. યાજ્ઞીક રોડ પર આવેલ જોહર કાર્ડસવાળા ૫૦ વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા યુસુફભાઇ અને હસનેનભાઇએ જણાવેલ કે લોકોની માંગ મુજબ અમારે પણ અગાઉથી જ કેટલીક તૈયારીઓ કરવી પડે છે. પ્રેમ વ્યકત કરવા માટે જરાયે ઓછુ નહી આંકતા લોકો અવનવી ગીફટ આઇટેમો કે શો પીસની ખરીદી કરતા હોય છે.

આવી આઇટેમોમાં ગીફટ કાર્ડસ, પર્સનલાઇઝ ગીફ, શો પીસ, ફોટો ફ્રેમ, રીસ્ટ વોચ, લોકેટ, ચેઇન જેવી વસ્તુઓની ડીમાન્ડ વધુ રહે છે.

વષે રેડીયમ કપલ શોપીસ અલગ અલગ સાઇઝમાં તેમજ પર્લ મોતીથી સજાવેલ ફોટો ફ્રેમ, થ્રીડી ઇફેકટવાળી ફોટો ફ્રેમ, લવ કોટેશનવાળી ફ્રેમ, હાર્ટ સેઇપ ડાયમંડ લગાવેલ ફ્રેમ, ગ્લાસ ઉપર ફેન્સી ડીઝાઇનીંગવાળી ફોટો ફ્રેમ, રીવોલ્વીંગ ફોટો ફ્રેમ, ગ્લાસ ઉપર ફેન્સી ડીઝાઇનવાળી ફોટો ફ્રેમ, કોલાઝ ફોટો ફ્રેમ તેમજ વિવિધ સાઇઝમાં મેસેઝ બોટલોનું આગમન થયુ છે.

એજ રીતે ટેડીબીયરવાળુ લવ બુકે, ક્રીસ્ટલ શોપીસ, હાર્ટ સીરીઝ, ફાઉન્ટન બોટલ કે જેમાં હાથની ગરમીથી બોટલમાં રેડ કલરનુ પાણી ઉપર ચડે અને હાર્ટમાં ભરાય છે. એજ રીતે ગોલ્ડ પ્લેટેડ ફલાવર, સ્પે. ગીફટ બોકસમાં ટેડી બીયરે આ વખતે સારૂ ધ્યાન ખેચ્યુ છે.

મગની નવી વેરાયઇટીઓ બજારમાં ઠલવાઇ છે. કપલ મગ, હગ મગ, લાઇટીંગ મગ કે જેમાં પ્રવાહી નાખવાથી લાઇટ થાય, હાર્ટ સેઇપ મગ, સ્માઇલીંગ મગ, મેઝીક મગ, લવ કોટેશન મગ આવ્યા છે.

ટેડી બીયરની તો વાત જ નીરાળી છે. સૌ કોઇ મોહીત થઇ જાય તેવા બે ઇંચથી લઇને આઠ ફુટના વિશાળ ટેડીબીયર જોવા મળી રહ્યા છે. સોફટ મટીરીયલમાં રેડ હાર્ટ જરીવાળા અને એમ્બ્રોઇડરી ટીકી લગાડેલા, ફેન્સી લેસ, પોલી સ્ટોન કપલ શોપીસ બજારમાં ઉપલબ્ધ છે.

ટેબલ કલોથ, દિવાલ ઘડીયાળ, કાંડા ઘડીયાળ, કીચેઇન, લોકેટ પણ ખાસ વેલેન્ટાઇન ડે માટે નવીનતમ તૈયાર થઇ ને આવ્યા છે.

બંટી બબલી ઢીંગલી, સોલાર, સ્વીટ લેડી જેવા અલગ અલગ કેરેકટર પણ આ વખતે નવીનતા લાવ્યા છે.

ઇમીટેશન જવેલરીમાં રસ ધરાવનારાઓ માટે વેલેન્ટાઇન ડે નિમિતે ડાયમંડ હાર્ટ પેન્ડલ, કપલ વીંટી, હાર્ટ કડા, હાર્ટ સેઇપના બ્રેસલેટ, લોકેટ, પાયલી,  બુટીયા, અમેરીકન ડાયમંડ જવેલરી વિશાળ રેન્જમાં ઉપલબ્ધ થઇ હોવાનું જોહર કાર્ડસવાળા યુસુફભાઇ અને હસનેનભાઇએ જણાવેલ છે.

ઉપરાંત ચોકલેટ સેલીબ્રેસન પેકીંગમાં આવે છે. મુંબઇની ઝેસ્ટ ચોકલેટ, કેડબરીઝની ડીમાન્ડ સૌથી વધુ રહે છે.

ડેકોરેટીવ ઝુમ્મર, ટેડી-હાર્ટ તથા ફેન્સી લેશ દ્વારા સજાવેલ વસ્તુઓ તેમજ સ્નો ફોલ ઇેફેકટવાળા ડોમ, પીલો, ટી શર્ટ, પેન વગેરે વસ્તુઓની પણ ઘણા લોકો આપ લે કરતા હોય છે.

કાર્ડની વાત કરીએ તો એમાં પણ નવીનતા ઉમેરાઇ છે. સેલ્ફી પાડેલ ફોટો પેસ્ટીંગવાળા પર્સનલાઇઝ કાર્ડસ, રાજાશાહી ફરમાન ટાઇપ સ્ક્રોલ કાર્ડસ, મલ્ટી ફોલ્ડ કાર્ડસ, સુપર જમ્બો પોપ કાર્ડસ, સ્પે. ગીફટ બોકસવાળા કાર્ડસ, લવ સ્ટોરી બુકલેટ બજારમાં જોવા મળે છે. ફલવાર બુકેમાં પણ અનેક વેરાયટી વેલેન્ટાઇન ડે નિમિતે આવી હોવાનું યુસુફભાઇ અને હસનેનભાઇએ જણાવેલ છે.

(4:16 pm IST)
  • જશોદાબેનને રાજસ્થાનમાં અકસ્માતઃ રાજસ્થાનના કોટા હાઇવે ઉપર અકસ્માતઃ ડ્રાઇવરનું મોતઃ લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે બની ઘટનાઃ માથામાં ઇજાઃ હોસ્પિટલમાં સારવાર ચાલું access_time 3:16 pm IST

  • રાજસ્થાન હાઇકોર્ટે ફિલ્મ 'પદ્મવત'ને આપ્યું ગ્રીન સિગ્નલ : રાજ્ય સરકારને ફિલ્મ રીલીઝ કરાવવા માટે આપ્યો આદેશ. access_time 11:33 pm IST

  • કેપટાઉન વન-ડેમાં સાઉથ આફ્રિકા સામે 124 રને ભારતનો શાનદાર વિજય : ભારત 3-0થી સીરીઝમાં આગળ access_time 12:02 am IST