Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વુમન્સ હેલ્થ સોસાયટીના ચેરમેન તરીકે ડો. સ્નેહાલી પટેલની નિયુકિત

દર માસના બીજા ચોથા શનિવારે વિનામુલ્યે હેલ્થ ચેકઅપ

રાજકોટ તા. ૭: વુમન્સ હેલ્થ સોસાયટીની સ્થાપના કરવામાં આવતા જેમાં ચેરમેનપદે ઉપલા કાંઠા વિસ્તાર જાણીતા તબીબ ડો. સ્નેહાલી પટેલની વરણી કરવામાં આવી છે. સાથે સોસાયટી સુચારૂ વ્યવસ્થા-સંકલન પ્રવૃતિ-પ્રોજેકટ માટે વિવિધ કમિટીની રચના કરવામાં આવી છે. જે ર૦ર૦ સુધી કાર્યરત રહેશે.

સોસાયટી હેલ્થ સંદર્ભે વિવિધ આયોજન પ્રોજેકટનાં ભાગરૂપે દર માસનાં બીજા-ચોથા શનિવારે વિનામુલ્યે મહિલાઓનાં હેલ્થ ચેકઅપ માર્ગદર્શન કેમ્પ જશ હોસ્પિટલ, શ્રમજીવી સોસાયટી કોર્નર બેડીપરા-ભાવનગર રોડ, રાજમોતી મીલ સામે બપોરે ૪ થી ૭ વચ્ચે થશે. મહિલાઓમાં હિમોગ્લોબીન, આર્યન વિગેરેની વિટામીન ઉણપ સાથે ઇનફર્ટીલીટી, સ્ત્રીરોગ જેવી વિવિધ બાબતે માર્ગદર્શન અપાશે.

સંસ્થાની વિવિધ કમીટીમાં વિશાલ કમાણી-જાણીતાં હેલ્થ કાઉન્સીલર અરૂણ દવે, આયુર્વેદ પરત્વે ડો. ભારતી જેઠવા, ડો. હિતેષ પંડિત સહિતનાં પ્રોજેકટ કાર્યમાં સહાયભૂત થોશે. હાલ સંસ્થાનું મુખ્ય કાર્યાલય ''પિતૃ-કૃપા'' ૪, રણછોડવાડી, કુવાડવા રોડ રાજકોટ ખાતે કાર્યરત રહેશે. તેમ ડો. સ્નેહાલી પટેલ (મો. ૮૮૪૯૦ ર૧૯૬ર) ની યાદીમાં જણાવાયું છે.

(4:05 pm IST)