Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વિશ્વકર્મા જયંતિની ધામેધુમે ઉજવણી : બે દિવસીય મહોત્સવ સંપન્ન

સ્વયં સંચાલિત રથે ભારે આકર્ષણ જમાવ્યુ : સમુહલગ્નમાં ૨૧ યુગલોના પ્રભુતામાં પગલા : સંતો મહંતોએ આશીર્વચનો વરસાવ્યા

રાજકોટ : ભગવાન વિશ્વકર્માજીની જન્મ જયંતિ નિમિતે ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા બે દિવસીય મહોત્સવનું ધર્મમય આયોજન કરાયુ હુત. પૂર્વ સંધ્યાએ વાજતે ગાજતે શોભાયાત્રા યોજવામાં આવેલ. જેમાં આંબાવાડી ગ્રુપ જામખંભાળીયા, પોરબંદરની મહેર રાસ મંડળીએ જમાવટ કરી હતી. ઉદ્દઘાટક અને મુખ્ય મહેમાન તરીકે અમુભાઇ ભારદીયા (ઉદ્યોગપતિ),  મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સી.ઇ.ઓ. કમળ કે. કે. રાજીવ નામ્બીઆ, મ.ચેરીટી કમિશ્નર સી. કે. જોષી, ડો. પ્રકાશ મોઢા, ડો. ધર્મેશ સોલંકી, જયોતિ સી.એન.સી.ના પરાક્રમસિંહ જાડેજા, ગુ.સા.ભ.સૌ.યુનિ.ના અધ્યક્ષ નીતિનભાઇ વડગામા તેમજ વિશાળ સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ગુર્જર સુતાર જ્ઞાતિના અધ્યક્ષ મનહરભાઇ કરગથરા, પ્રમુખ રસીકભાઇ બદ્રકીયા, ટ્રસ્ટી ગણ અને કારોબારી કમીટીએ સમગ્ર આયોજન માટે મહેનત ઉઠાવી હતી. મોડી રાત્રી સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલેલ. આ અવસરે વિશ્વકર્મા મંદિરે ધ્વજારોહણ, રાજભોગ આરતી, નગરચર્યા, મહાઆરતી સહીતના કાર્યક્રમો થયા હતા. શોભાયાત્રામા દર વર્ષની જેમ આ વખતે પણ પીયુશભાઇ અંબાસણા તરફથી પાણી, સરબત, આઇસ્ક્રીમ, કેન્ડીની વ્યવસ્થા કરાઇ હતી. સ્વયં સંચાલિત પાંખો ફેલાવતો વિશ્વકર્મા દાદાનો રથ, સંચાણીયા પરિવાર રચિત સુતારી કામના ઓજારો કરવત, હથોડી, કાટખુણો, ઓરંભો, ચોરસીની કૃતિઓએ ભારે આકર્ષણ સર્જયુ હતુ. સાથો સાથ આ અવસરે જ્ઞાતિની ૨૧ દિકરીઓના સમુહલગ્ન સંપન્ન કરાયા હતા. જેઓને ૧૫૧ થી વધુ વસ્તુઓ કરીયાવરમાં અપાયેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અધ્યક્ષ મનહરભાઇ કગથરા, પ્રમુખ રસીકભાઇ બદ્રકીયાની આગેવાની હેઠળ સમુહ લગ્ન સમિતિમાં ગીરીશભાઇ વઢવાણા, નટુભાઇ જાદવાણી, વિશ્વકર્મા જયંતિ મહોત્સવ સમિતિના રમેશભાઇ તલસાણીયા, દિનેશભાઇ ઝીંઝુવાડીયા, શોભાયાત્રા સમિતિના જગદીશભાઇ સોંડાગર, અનીલભાઇ સાકળેચા, વ્યવસ્થાપક સમિતિના પ્રદીપભાઇ કરગથરા, દિપકભાઇ ભાડેસીયા, કરીયાવર સમિતિના શાંતીભાઇ સાંકળેચા, રસીકભાઇ વાઘસણા, કાર્યાલય સમિતિના કાંતિભાઇ તલસાણીયા, કિશોરભાઇ અંબાસણા, જ્ઞાતિ ભોજન સમિતિના અરવિંદભાઇ ત્રેટીયા, હરીભાઇ સિનરોજાએ વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે સતપુરાણધામ આશ્રમ ઘુનડાના સંત શ્રી જેન્તીરામબાપાએ ઉપસ્થિત રહી  નવવિવાહીત યુગલોને આશીર્વચનો આપ્યા હતા. દાતાઓ અને કાર્યકરોનું બહુમાન કરવામાં આવેલ. આ સત્કાર સમારોહના મુખ્ય મહેમાન તરીકે ઉદ્યોગપતિ જગુભાઇ ભારદીયા, અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, નિવૃત્ત એ.સી.પી. સી. ટી. સુથાર, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડે. મેયર દર્શીતાબેન શાહ, જ્ઞાતિ શ્રેષ્ઠી રમેશભાઇ તલસાણીયા, અમદાવાદ જિલ્લા ભાજપ મહીલા મોરચાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજજર, જામનગર ગુ.સુ.જ્ઞાતિના પ્રમુખ રમણીકભાઇ ગોરેચા, રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના અધ્યક્ષ કિશોરભાઇ જાદવાણી, ચમનભાઇ ગોવિંદીયા, ગુર્જર સુથાર પ્રગતિ મંડળના ઉ.પ્રમુખ રમણીકભાઇ પાટણવાડીયા, વિજયભાઇ સોંડાગર, મંત્રી ગોરધનભાઇ ચાંપાનેરા, ગજજર સર્વીસ ગ્રુપ, ગજજર સોશ્યલ ગ્રુપ, ગુર્જર સુથાર કન્યા છાત્રાલય, ધુન મંડળના ભાઇ બહેનો જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ. આ તકે સમુહ જ્ઞાતિ ભોજનમાં ૨૧,૫૦૦ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર સંચાલન રમણીકભાઇ પાટણવાડીયા, નટવરભાઇ, પ્રદિપભાઇ કરગથરા, દિપકભાઇ ભાડેસીયાએ કરેલ.

(4:05 pm IST)