Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

રામેશ્વર પાર્કમાં બે બહેનના એકના એક ભાઇ રવિ કોળીનો આપઘાત

માતા બહારથી આવ્યા ત્યારે દિકરો લટકતો મળ્યોઃ કારણ અકળ

રાજકોટ તા. ૭: આજીડેમ ચોકડી પાસે રામેશ્વર પાર્કમાં રહેતાં રવિ શંભુભાઇ માંડાણી (ઉ.૨૦) નામના કોળી યુવાને પંખાના હુકમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

રવિએ સાંજે સાતેક વાગ્યે ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં પરિવારજનોએ બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇએ જાણ કરતાં આજીડેમના હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર અપરિણીત હતો અને બે બહેનનો એક જ ભાઇ હતો. તે છૂટક મજૂરી કરતો હતો. માતા બહાર ગયા હતાં અને તે પરત આવ્યા ત્યારે પુત્ર લટકતો જોવા મળ્યો હતો. આપઘાતનું કારણ બહાર આવ્યું ન હોઇ હેડકોન્સ. રાજેશભાઇ મેરએ વધુ તપાસ હાથ ધરી છે.

(12:44 pm IST)