Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રાક્ષસ દહન અને આતશબાજી નિહાળવા ચિક્કાર મેદની ઉમટીઃ લેસર શો ગાજ્‍યો પણ વરસ્‍યો નહિ

રાજકોટ : વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા ગઇ કાલે સાંજે દશેરા નિમિતે રેસકોર્ષ મેદાનમાં રાક્ષસ દહન, આતશબાજી અને રામાયણ આધારિત લેસર શોનું આયોજન થતા હજારોની મેદની ઉમટી પડેલ. આતશબાજીને લોકોએ માણેલ પણ ટેકનિકલ ક્ષતિના કારણે લેસર શો થઇ શકેલ નહિ. લેસર શો જોવા માંગતા લોકોએ નિરાશા અનુભવી હતી. આતશબાજી પૂર્વેની ધર્મસભાને આપાગીગાના ઓટલાના મહંત  શ્રી નરેન્‍દ્રબાપુ, રાજ્‍યના મંત્રી અરવિંદ રૈયાણી, મેયર પ્રદીપ ડવ અને આર.એસ.એસના અગ્રણી કિશોરભાઇ મુંગલપરાએ સંબોધી હતી. કાર્યક્રમમાં મંચ પર જનકભાઇ કોટક, પ્રતાપભાઇ કોટક, મુરલીભાઇ દવે, નરેન્‍દ્રભાઇ દવે, મ્‍યુ. કમિશનર અમિત અરોરા, કોર્પોરેટર સુરેન્‍દ્રસિંહ વાળા, વિનુભાઇ ધવા, નયનાબેન પેઢડિયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(5:03 pm IST)