Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

૫૫૦૦ બાળાઓને આગેવાનોના હસ્તે લહાણી વિતરણ

જયંતિભાઇ સરધારા દ્વારા દીકરીઓને જવેલરી સેટનું વિતરણ

રાજકોટઃ પૂર્વ કોર્પોરેટર જયંતીભાઇ સરધારા(મો. ૯૮૨૪૨ ૮૪૪૦૩)ની યાદી મુજબ નવરાત્રિ દરમ્યાન આદ્યશકિતની આરાધના કરતી બાળાઓ માટે વિધાનસભા–૭૦ના સમાવિષ્ટ વોર્ડ નં. ૭, ૮, ૧૩, ૧૪, ૧૭ અને ૧૮માં તેમજ જયંતિભાઇ સરધારાના ગામ ચાંદલી તેમજ રાજકોટ જિલ્લાના લોઠડા, પીપળા, પડવલા, ખોખડદળ, ભાયાસર, રાજપરા, નારણકા, વડાળી, કાળીપાટ, લાપાસરી, બામણબોર, જુવાનપર ગામ સહિતની ૧૦૦થી વધુ ગરબીમંડળની ૫૫૦૦થી વધુ બાળાઓને ઇમીટેશન જવેલરીનો સેટની લહાણી વિતરણ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ ગરબીમંડળમાં રાજકોટની કરણપરા સ્થિત ગરબી, રામનાથપરા સ્થિત પ્રાચીન ગરૃડની ગરબી, વોર્ડ નં.૧૩ની  ખોડીયાર ગરબીમંડળ, પવનપુત્ર ગરબીમંડળ, વાણીયાવાડી–જલારામચોક સ્થિત ગરબીમંડળ, બજરંગ યુવા ગ્રુપ ગરબીમંડળની બાળાઓને લહાણી વિતરણ કરવામાં આવેલ.આ તકે લહાણી વિતરણમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભાજપ અગ્રણી જીતુભાઇ મહેતા, વિધાનસભાના વિવિધ વોર્ડના ભાજપના પ્રમુખો રમેશભાઇ દોમડીયા, તેજશ જોશી, કેતનભાઇ વાછાણી, હરીભાઇ રાતડીયા, જયંતીભાઇ નોંધણવદરા, શૈલેષ બુસા તેમજ, વોર્ડના કોર્પોરેટરો તેમજ વિવિધ શ્રેણીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિન રહ્યા હતા.

(4:30 pm IST)