Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

કોલેજીયન છાત્ર પરના હુમલામાં હત્‍યાની કોશિષનો ગુનો નોંધાયો : અલ્‍તાફ પીંજારાની ધરપકડ

રેલનગરના લાલબહાદુર શાષાી ટાઉનશીપમાં ગઇકાલે સગીર અને તેના કાકા અલ્‍તાફે હુમલો કર્યો હતો

રાજકોટ,તા.૬ : રેલનગરના લાલબહાદુર શાષાી ટાઉનશીપમાં રહેતા કોલેજીયન છાત્ર કરણસિંહ કેશવસિંહ શીકરવાર (ઉવ.૧૮) પરના હુમલામાં પ્રનગર પોલીસે બે શખ્‍સો સામે હત્‍યાની કોશીશનો ગુન્‍હો દાખલ કરી એક શખ્‍સની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશનાં ખેરાગઢના આપલાગામ હાલ. રેલનગર લાલ બહાદુર શાષાી ટાઉનશીપ બ્‍લોકનં-૨૧માં રહેતા કોલેજીયન છાત્ર કરણસિંહ વિજયસિંહ શીકરવાર(ઉવ.૧૮) પરમ દિવસે રાત્રે તેના ઘરપાસે થતી ગરબી જોવા ગયો હતો. ત્‍યારે તે વિસ્‍તારમાં રહેતો એક સગીર ગાળો બોલતો હોવાથી તેને ગાળો બોલવાની ના પાડતા માથાકુટ થઇ હતી. જો કે તે વખતે બંને વચ્‍ચે સમાધાન થઇ ગયું હતું.

દરમ્‍યાન ગઇકાલે સવારે સગીર અને તેના પરિવારજનો કરણસિંહના ઘરે ઘુસી ગયા હતા. પરંતુ તે હાજર ન હોય તેના પિતા વિજયસિંહ શીકવાર સાથે તમામે માથાકુટ કરી હતી ત્‍યારબાદ તમામ ત્‍યાંથી જતા રહ્યાં હતા. થોડીવાર બાદ કરણસિંહજી તેના બે મિત્રો સાથે ગુલમહોર રેસીડેન્‍સીમાં બેઠો હતો ત્‍યારે સગીર અને તેના કાકા અલ્‍તાફ પીંજારા બને અલગ-અલગ રીક્ષામાં ત્‍યાં ઘસી આવ્‍યા હતા અને કરણસિંહજી સાથે માથાકુટ કરી ‘‘ગઇકાલે શું હવા કરતો હતો'' તેમ કહી ગાળો આપી બંને એ ઉશ્‍કેરાઇ જઇ પાઇપ તથા પથ્‍થર વડે હુમલો કરી ગંભીર ઇજા કરી ભાગી ગયા હતા. આ હુમલામાં ઘવાયેલા કરણસિંહને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસમથકના હેડકોન્‍સ વિમલેશભાઇ રાજપુતે હોસ્‍પિટલે પહોંચી કરણસિંહના પિતા વિજયસિંહની ફરિયાદ પરથી સગીર અને તેના કાકા અલતાફ પીંજારા સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪,ની કલમ હેઠળ ગુનો દાખલ કરી સગીરને પકડી તથા તેના કાકા અલતાફ મામળભાઇ દાવલીયા(ઉ.વ.૪૦) (રહે. રેલનગર લાલબહાદુરહશાષાી ટાઉન સી ૫)ની ધરપકડ કરી પીઆઇ આર.ટી. વ્‍યાસે તપાસ હાથ ધરી છે.

(4:28 pm IST)