Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

શનિવારે બાલભવનમાં ભુદેવો માટે રાસ ગરબા

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજનઃ પ્રવેશ પાસ મેળવી લેવા અનુરોધ

રાજકોટઃ આગામી તા.૮ ઓકટોબર, શનિવારે રાત્રે ૮ વાગ્યાથી સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટના નેજા હેઠળ ભુદેવો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં રાજયસભાના સાંસદ તેમજ ગુજરાત બ્રહ્મકમિટિના ચેરમેન રામભાઇ મોકરીયા, રોલેકસવાળા મનીષભાઇ માડેકા, ભવાની ઇન્ડસ્ટ્રીઝના ેસુરેશભાઇ નંદરાણા, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મનસુખભાઇ જોશી, હેલીબેન ત્રિવેદી, વી.વી.પી.કોલેજના ટ્રસ્ટી કૌશીકભાઇ શુકલ, સીટીઝન બેંકના સીઇઓ હારીતભાઇ મહેતા, રાજકોટ નાગરીકબંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકર, સીઇઓ વિનોદકુમાર શર્મા, ડો.હેમાંગ વસાવડા, પ્રદિપભાઇ ત્રિવેદી, ડો.યજ્ઞેશભાઇ જોશી, જીતુભાઇ ભટ્ટ, કોર્પોરેટરો દેવાંગભાઇ માંકડ, નેહલભાઇ શુકલ, જયમીનભાઇ ઠાકર, ડોે.દર્શનાબેન પંડયા, રૃચીતાબેન જોશી, અલ્પાબેન દવે, આશાબેન ઉપાધ્યાય સહિતના શહેરના બ્રહ્મસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

આ કાર્યક્રમને સફળ બનાવવા દિપકભાઇ પંડયા, જર્નાદનભાઇ આચાર્ય, જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, કમલેશભાઇ ત્રિવેદી, નલીનભાઇ જોશી, ડો.અતુલભાઇ વ્યાસ, ડો.દક્ષેશભાઇ પંડયા, ડો. શૈલેષભાઇ જાની, એડવોકેટ પ્રશાંતભાઇ જોશી, જયેશભાઇ જાની, યોગેન્દ્રભાઇ લહેરૃ, જયેશભાઇ ઉપાધ્યાય, બંકિમભાઇ મહેતા, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના પ્રમુખ નીલમબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ધાત્રીબેન ભટ્ટ, ભાવનાબેન જોશી સહિતના જહેમત ઉઠાવી રહયા છે. શરદપૂનમના પાવન પર્વની પૂર્વસંધ્યાએ ગરબાના તાલે નૃત્યની જમાવટ કરી રાસ–ગરબાની રંગત જમાવશે.

આ કાર્યક્રમના બ્રહ્મસમાજના તરગોળના પ્રમુખશ્રી પાસેથી પ્રવેશ પાસ મેળવી લેવાના રહેશે વધુ વિગત માટે પ્રમુખ દર્શિતભાઇ જાની (મો. ૯૮૭૯૦ ૦૯૩૯૨)નો સંપર્ક કરવા બ્રહ્મસમાજ રાજકોટના પ્રવકતા જયંત ઠાકર અને સમગ્ર મીડીયા ઇન્ચાર્જ હરેશ જોશીની યાદીમાં જણાવાયુ હતું.

(4:27 pm IST)