Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

૧૬મીએ સુદેશ ભોંસલે રાજકોટમાં

સુદેશ ભોંસલે એ સૌથી પહેલું ગીત મરાઠી ફિલ્‍મમાં ગાયું હતું !

મોજીલા રાજકોટવાસીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે તે સુદેશ ભોંસલે ને માણવાના દિવસો હવે દુર નથી. આગામી ૧૬ ઓક્‍ટોબરે તેઓ રાજકોટમાં રીતસર છવાઇ જશે. હિન્‍દી ફિલ્‍મોમાં આટલા બધા સુપર ડૂપર ગીતો આપનાર સુદેશ ભોંસલેને ફિલ્‍મ ક્ષેત્રે પહેલો બ્રેક મરાઠી ફિલ્‍મમાં અનીલ અને અરૂણની જોડીએ. અનીલ મોહીલે અને અરૂણ પૌંડવાલએ સુદેશજીને મરાઠી ફિલ્‍મમાં મરાઠી ગીત ગાવાની તક આપેલી. જેમાં મહેશ કોઠારી ફિલ્‍મ નિર્દેશકને એક ગહેરો બેઇઝ અવાજ ગીત માટે જોઇતો હતો. અનીલ-અરૂણજીએ સુદેશ ભોંસલેને બોલાવ્‍યા અને મરાઠી ફિલ્‍મ ‘ગુપચૂપ ગુપચૂપ' માટે  અનુરાધા પૌંડવાલ સાથે ડ્‍યુએટ ગાયું હતું. જે મુંબઇના પ્રખ્‍યાત તાડદેવ સ્‍ટુડિયોમાં લાઇવ રેકોર્ડિંગ થયું હતું. જયારે હિન્‍દી ફિલ્‍મ ઝલઝલામાં પંચમદાએ સુદેશજીને પહેલો બ્રેક આપ્‍યો હતો અને જોગાનુંજોગ તે ગીત પણ અનુંરાધા પૌંડવાલ જોડેજ તેમણે ગાયેલું.

સુદેશ ભોંસલેને વર્ષોથી તેમને અમિતાભ બચ્‍ચનનો અવાજ બનવાની સૌથી વધુ ઓફર્સ મળી છે. લક્ષ્મીકાંત-પ્‍યારેલાલ ની નજર તેમના પર પડી હતી જેમણે સુદેશજીને ઘણા ગીતો ગાવા આપ્‍યા હતા. સંગીત પ્રેમી રાજકોટીઓ માટે સુદેશ ભોંસલે તેના સુરીલા કંઠે ગવાયેલા ગીતોનો ગુલદસ્‍તો લઇને આવી રહ્યા છે. સુદેશ ભોંસલે બોલિવૂડમાં જાણીતા પ્‍લેબેક સિંગર અને પ્રોફેશનલ ડબિંગ આર્ટિસ્‍ટ છે. સુદેશ ભોંસલેએ હિન્‍દી ફિલ્‍મ ઉદ્યોગના કેટલાક જાણીતા સંગીતકારો જેવા કે લક્ષ્મીકાંત - પ્‍યારેલાલ, કલ્‍યાણજી-આણંદજી, આર.ડી. બર્મન, બપ્‍પી લહેરી વગેરે ઘણા બધા સાથે પરફોર્મ કર્યું છે. સિંગિંગ ઉપરાંત સુદેશજીએ સંજીવ કુમાર અને અનિલ કપૂર જેવા કલાકારો માટે ડબિંગ પણ કર્યું છે. તેમણે શાહરૂખ ખાનની ફિલ્‍મ ડર (૧૯૯૩), કભી ખુશી કભી ગમ (૨૦૦૧), કંપની (૨૦૦૨) અને ઘટોથકચ (૨૦૦૮) જેવી અનેક ફિલ્‍મો માટે પ્‍લેબેક સિંગિંગ કર્યું છે. તેમણે ૨૦૦૭-૦૮દ્ગક વચ્‍ચે કે-ફોર કિશોર શોનું નિર્માણ અને જજ પણ કર્યું હતું.

સુદેશ ભોંસલેની સંગીતમય સફરનો અમુલ્‍ય શો લઇને આવી રહ્યા છે બોલીવુડ ઇવેન્‍ટ્‍સ ‘તાલ તરંગ' ગ્રૂપના ભારતીબેન નાયક. તો આવા વર્સેટાઇલ ગાયક સુદેશ ભોંસલે ના કંઠને માણવા રાજકોટવાસીઓ તૈયાર છો ને? આ અને આવા અવિસ્‍મરણીય કાર્યક્રમોની વણજારમાં કપલ અને ગ્રૂપ સાથે સભ્‍ય બનવા ભારતીબેન નાયક નો (મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરતજ સંપર્ક કરી શકો છો.

૧૬ ઓકટોબરે સુદેશ ભોંસલે રાજકોટને ડોલાવવા આવી રહ્યા છે ત્‍યારે

‘તાલ તરંગ' સાથે જોડાઇ જાવ : એકથી એક ચઢીયાતા કાર્યક્રમો માણો

રાજકોટ : ઓલ બોલીવુડ ઇવેન્‍ટ્‍સ દ્વારા ગણત્રીના દિવસો પછી ૧૬ ઓકટોબરે રાજકોટ - સૌરાષ્‍ટ્રની જનતાને તરબોળ કરી દયે તેવો યાદગાર ગીતોનો સંગીત મઢયો ‘સુપર સ્‍ટાર પ્‍લેબેક સીંગર સુદેશ ભોંસલે'નો જબરજસ્‍ત પ્રોગ્રામ સરગમ સંચાલિત હેમુ ગઢવી હોલમાં આવી રહ્યો છે. દેશના સુવિખ્‍યાત ઇવેન્‍ટ ઓર્ગેનાઇઝર ભારતી નાયકના નેજા હેઠળ ઓલ બોલીવુડ ઇવેન્‍ટસ દ્વારા અને તાલ-તરંગ કલબના સંગાથે આ કાર્યક્રમ માણવા રાજકોટીયનો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સુદેશજીનો સંગાથ આપવા મુંબઇના પ્રખ્‍યાત સીંગર્સ મદન શુકલા, અર્પિતા ઠક્કર અને સાથે મનીશા કરંદીકર તથા આર.જે.ગૌરવ પણ રાજકોટીયનોને સંગીતની દુનિયામાં રસતરબોળ કરવા આવી રહ્યા છે.

આ શોની અલગથી ટિકિટ ખરીદવાના મોટા ખર્ચને બદલે આજે જ તાલ-તરંગ કલબના સદસ્‍ય બની જાવ અને વર્ષમાં સુપર-ડુપર ફિલ્‍મી જગતના યાદગાર ગીતોના ૭ કાર્યક્રમો (૬ કાર્યક્રમ + ૧ બોનસ પ્રોગ્રામ) સહ પરિવાર, મિત્રો, મહાનુભાવો સાથે અચૂક માણો. ટિકીટ ખરીદવાની ઝંઝટમાંથી છૂટી જાવ (સંપર્ક : ભારતીબેન નાયક ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

 

દોઢ દાયકાનો અનુભવ : ઓલ બોલીવુડ ઇવેન્ટના ભારતી નાયક દ્વારા તમામ પ્રકારના મ્યુઝીકલ શો અને ઇવેન્ટસનું આયોજન : અચૂક લાભ લ્યો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના

પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામપ્રકારના મ્‍યુઝીકલ શો

(સંપર્ક : ભારતી નાયક :૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

 

(4:22 pm IST)