Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રવિવારે અજમાનું મધ રૃા. ૨૪૦નું કિલો

રૃા.૩૦માં લીલા નાળિયેરઃ ગાયના દૂધનો માવો રૃા. ૩૫૦નો કિલોઃ વિવિધ વસ્તુઓ ખૂબ રાહતદરે

રાજકોટ,તા. ૬: નવરંગ કલબ દ્વારા રાજકોટ ખાતે અજમાનું મધ (૧ કિલોના ૨૪૦ રૃ), લીલા નાળિયેર (૩૦ રૃ), લાકડાની ઘાણીનું તેલ, ગીર ગાયના દૂધનો માવો વગેરેનું વેચાણ થશે. 

બારમાસી આંબા કે જે બારે માસ કેરી આપે છે, તે કેરી કયારેય પણ પાકતી નથી એટલે કે કાચી કેરી જ ઉપયોગ માં લેવી પડે છે, આ રોપાઓ માત્ર ૧૦૦ નંગ જ મળેલ છે અને અલંગ (સોસિયો)થી લઈને અહી વેચાણ માટે લાવેલ છે.  ગીર ગાયના દૂધનો માવો (૧ કિલો ના ૩૫૦ રૃ).    શાકભાજીના બિયારણ જેવા કે ગુવાર, ભીંડો, રીંગણી, મરચી, ટમેટી, ચોળી, કારેલાં, ગલકા, તૂરિયા, દૂધી, કાકડી, ચીભડાના નાના પેકેટનું રાહત દરે (રૃ ૫) વિતરણ.

મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, લાલ અને કાશ્મીરી ગુલાબ, ઇંગ્લિશ ગુલાબ, દિનકા રાજા, એકસોરા, વગેરેનું રોપાનું રાહત દરે વિતરણ. આંગણે વાવો શાકભાજીને પ્રોત્સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબીના રોપાઓ મળસે સાથે સાથે વિવિધ જાતના શાકભાજીના બિયારણ નાના પેકમાં મળશે.

ફૂલછોડઃ કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્મસ ટ્રી, એકશ્ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે. એલોવેરા જેલઃ અલોવેરા જયુસ અને સપ્ત્ચુર્ણ રાહત દરે મળશે. દેશી ગોળ, કાજુ બદામ, અખરોટ, કિસમિસ, કેળાં, અથાણાં માટે ગુંદા.  વિવિધ જાતના દેશી મુખવાસ અને દેશી અથાણાં. છાણિયું ખાતર, લીંબડાનો ગળો, વિવિધ જાતના કઠોળ, માટી અને પ્લાસ્ટિકના કુંડા.

વાંચન અભિયાન - વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્કારી સાહિત્યના પુસ્તકો પાછા આપવાની શરતે વિનામુલ્યે વિશ્વનિડમ ગુરુકુલમ તરફ થી આપવામાં આવશે. આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને સંસ્થા જગ્યા અને પ્રચાર ની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપે છે. કાર્યક્રમ ૧૫૦ ફુટ રીંગ રોડ, અમીન માર્ગનો ખૂણો, તારીખ ૯ સમય સવારે ૮ થી ૧ યોજાશે.

(4:02 pm IST)