Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

કાલે સમસ્‍ત મોચી સમાજના દાંડીયારાસ મહોત્‍સવ

૩ હજારથી વધુ ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે, વિજેતાઓને ઇનામોથી નવાજાશેઃ શ્રેષ્‍ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર ઉમેશભાઇ વાળાનું સન્‍માન

રાજકોટઃ માંચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેના રાજકોટ શહેર દ્વારા આયોજીત મોચી સમાજ દાંડીયારાસનું સોનલ ગરબા ગ્રાઉન્‍ડ, શીતલપાર્ક ચોક, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે આવતીકાલે તા.૭ના ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં ૩ હજારથી વધુ ખેલૈયાઓ રમી શકે તેવી વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. પ્રિન્‍સ-પ્રિન્‍સસને ઇનામોથી નવાજવામાં આવશે.

સમાજની એકતા માટે સૌ પ્રથમ આયોજકો માતાજીની મહાઆરતી કરી આરાધના કરશે. સાથે રાષ્‍ટ્રપતિના હસ્‍તે શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર સમસ્‍ત મોચી સમાજનું ગૌરવ એવા ઉમેશભાઇ વાળાનું જ્ઞાતિજનો તથા એસ.એન.ચૌહાણ, ગુણવંતભાઇ ચુડાસમા, રાજુભાઇ જેઠવા(બાબરાવાળા), હસમુખભાઇ પરમાર, અમીતભાઇ પરમાર, નિલેશ પરમાર, પ્રમુખ શ્રીકમલેશ ચાવડા  (મોચી જ્ઞાતી સેવા સમિતિ), શ્રીહસુભાઇ ચુડાસમા (રામાપીર મોચી જ્ઞાતિ મંદિર), હાર્દિક ચૌહાણ (કર્મચારી મંડળ પ્રમુખશ્રી), બિપીન જેઠવા(મોચી જ્ઞાતિ મંદિર પ્રમુખશ્રી), બળવંતભાઇ ચૌહાણ (નામલધામ ગ્રુપ), સુરેશભાઇ ચૌહાણ, ચીરાગ ચાવડા તથા જ્ઞાતીના અગ્રણીઓ સન્‍માન કરશે.

આ પ્રસંગે અતીથી વિશેષ તરીકે પૂર્વમુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, મંત્રી અરવિંદભાઇ રૈયાણી, મેયર પ્રદિપભાઇ ડવ, પૂર્વ સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન નિતીનભાઇ ભારદ્વાજ, શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, યુથ ભાજપ રાજકોટ શહેર પ્રમુખ કીશન ટીલવા, ઉદયભાઇ કાનગડ, રાજકોટ શહેર મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, નરેન્‍દ્રભાઇ ઠાકુર, દેવાંગભાઇ માકડ(પંચનાથ મંદિર), વોર્ડ.નં.૧ તથા વોર્ડ નં.૮ના કોર્પોરેટરો, શિવસેના ગુજરાત પ્રદેશ પ્રભારી-જીમ્‍મીભાઇ અડવાણી ઉપસ્‍થિત રહેશે.

આ રાસોત્‍સવમાં અંગે વિશેષ માહિતી માટે નિલેશ વાઘેલા(મો.ે ૯૯૨૪૫ ૮૦૩૦૩) નો સંપર્ક કરવો. આ આયોજનનો સફળ બનાવવા માટે ભરતભાઇ પરમાર, નિલેશ વાઘેલા, વિપુલ વાઢીયા, સંજય પરમાર, કેતનભાઇ ડાભી, લાલજી ગોહેલ, કમલેશ ચાવડા, જયદિપ જેઠવા, મુકેશ ચાવડા, હિતેશ ચુડાસમા, સુરેશભાઇ ચૌહાણ તથા મિલન વાઘેલા જહેમત ઉઠાવી રહયા છે.

(3:51 pm IST)