Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મોદી સ્‍કૂલ દ્વારા રક્‍તદાન કેમ્‍પ

 સિવિલ હોસ્‍પિટલના અને રેડકોસના જરૂરીયાતમંદ દર્દીઓને બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી, છેલ્લા નવ વર્ષથી દૂર ચાર મહીને મોદી  સ્‍કુલનો ૨૭મો રકતદાન કેમ્‍પ, મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.રશ્‍મીકાંતભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ, જેમાં ૨૫૨ બ્‍લડ બોટલ્‍સ એકત્રીત થયેલ. તેમજ સ્‍વ. ઇન્‍દીરાબેન વસંતભાઇ જસાણીના સ્‍મૃતિ રૂપે, છેલ્લા આઠ કેમ્‍પ ૫૭૮ બ્‍લડ બોટલ્‍સ એકત્રીત થયેલ. શ્રીમદ રાજચંદ્ર સેવાગૃપના વિનય જસાણી (મો. ૯૪૨૮૨ ૦૦૬૬૦)નો સહયોગ પ્રાપ્ત થયેલ. આ કેમ્‍પમાં ડો. રશ્‍મિકાંતભાઇ મોદી, કુ.નિદિબેન આર.મોદી, ધવલભાઇ આર. મોદી, આત્‍મનભાઇ આર. મોદી તથા મોદી સ્‍કુલ પરિવારનો સહયોગ પ્રાપ્ત થયેલો.

(3:51 pm IST)