Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રંગરેઝ માંપ્રેમમાધવીના સાનિધ્‍યમાં શ્રીગંગાનગર-રાજસ્‍થાનમાં ચાર દિવસીય ઓશો શરદ પૂર્ણિમાં ફેસ્‍ટીવલ સન્‍યાસ ઉત્‍સવ

વિશેષ ઉપસ્‍થિતઃ ઓશો સાથે રહેલ-માસ્‍ટર સ્‍વામિ અશોક ભારતી-સંન્‍યાસ દિક્ષા મહોત્‍સવઃ તા.૯ ઓકટો રાત્રે શરદ પૂનમની શિતલ ચાંદનીમાં નવા મિત્રો ઓશો સંન્‍યાસ લેશે ૭થી ૧૦ ઓકટો ચાર દિવસીય ઓશો ફેસ્‍ટીવલ

રાજકોટઃ ઓશો સંન્‍યાસીની માંપ્રેમમાધવીના સાનિધ્‍યમાં આગામી તા.૭થી ૧૦ ઓકટો દરમ્‍યાન ચાર દિવસીય ઓશો શરદ પૂર્ર્ણિમાં ફેસ્‍ટીવલનું આયોજન રંગરેઝ ગ્રુપ દ્વારા રાજસ્‍થાનમાં આવેલ શ્રીગંગાનગર ખાતે કરવામાં આવ્‍યુ છે. ઉપરોકત ફેસ્‍ટીવલમાં માંપ્રેમમાધવી દ્વારા ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગો કરાવવામાં આવશે તથા તા.૯ શરદ પૂર્ણિમાની શીતલ ચાંદનીના અજવાળે ઘણા નવા ચિત્રો ઓશો નવ સંન્‍યાસ ગ્રહણ કરશે. શિબિર સ્‍થળ ગુરૂદર્શન આશ્રમમાં સાધકો માટે રહેવા તથા જમવાની સુંદર વ્‍યવસ્‍થા રંગરેઝ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. સ્‍વતંત્રરૂપ તથા ડોરમેટરીની વ્‍યવસ્‍થા છે. તથા સાધકોને ધ્‍યાન કરવા માટે વિશાળ બુધ્‍ધાહોલ છે.

માંપ્રમે માધવીએ ભારતભરમાં અનેક ધ્‍યાન શિબિરોનું સંચાલન કરેલ છે. એક દિવસીય શિબિરથી સાત દિવસીય શિબિરોનું આયોજન તથા સંચાલન કરેલ છે.

માંપ્રેમ માધવીનો પરિચય

લીગલ નામઃ રેળુ પાંચાલ-સન્‍યાસ નામઃ માંપ્રેમ માધવી, જન્‍મઃ ૧૦/૧૨/૧૯૮૨ શિક્ષાઃ બી.એ(સાયકોલોજી), એમ.એ(હિન્‍દી) બી.એડ, એર લાઇન્‍સ મેનેજમેન્‍ટ કોર્ષ એન.ટી.ટી પ્રાથમિક ચિકિત્‍સા તથા ગૃહ નર્સીગમાં પ્રશિક્ષણ (સ્‍વાસ્‍થ્‍ય તથા ગૃહ મંત્રાલય કલ્‍યાણ પરિવાર) ગૃહ ઉદ્યોગ પરિષદ દ્વારા પ્રમાણિત પેઇન્‍ટર, હાલમાં પ્રધાન આચાર્ય એસ.પી. એસ રતલામ, સંસ્‍થાપકઃ રંગરેઝ રિટ્રીટસ(૨૦૧૭) તથા ધ લાઇફ પાવર ફાઉન્‍ડેશન(૨૦૧૨) સાંસ્‍કૃતિક કાર્યક્રમ તથા પ્રશિક્ષણ કેન્‍દ્ર, સાંસ્‍કૃતિક મંત્રાલયમાં ત્રણ વર્ષ સેવા બદલ સરકાર દ્વારા સન્‍માનીત (૨૦૧૨-૧૫) ઓલ ઇન્‍ડિયા રેડીયો દિલ્‍હી રોહતક, કુરુક્ષેત્ર પર કવીતા પ્રસ્‍તુત(૨૦૦૫-૧૮) અનેક સ્‍કુલમાં પ્રધાન આચાર્ય તરીકે સેવા આપી હરિયાણા સાહિત્‍ય એકાદમી દ્વારા ત્રણ પુસ્‍તકો પ્રકાશીત (૧) સૂરજ નિકલને તક(૨૦૧૩) સહજ જોગ(૨૦૧૬), તથા વિરહ અમૃતપાયો(૨૦૨૨) વિક્રમશીલા હિન્‍દી વિદ્યાપીઠ, ભાગલપુર બિહાર દ્વારા ૨૦૧૩માં ઉજજ્‍ૈનમાં ડોકટરેટની પદવી તથા ૨૦૧૪માં વિદ્યાસાગરની પદવીથી સન્‍માનીત કર્યા ઉપરોકત રંગરેજ દ્વારા આયોજીત ઓશો શરદ પૂર્ણિમા ફેસ્‍ટીવલમાં સહભાગી થવા ઓશો સંન્‍યાસી તથા પ્રેમી મીત્રોને રંગરેઝ ગ્રુપ દ્વારા હાર્દિક અનુરોધ કરેલ છે. સ્‍થળઃ ગુરુદર્શન આશ્રમ, પીપરન સુરતગઢ, શ્રીગંગાનગર, રાજસ્‍થાન વિશેષ માહિતી માટેઃ ૮૩૧૯૨ ૩૮૮૭૨, ૯૯૨૮૮ ૭૮૬૬૦, ૯૩૨૧૧ ૩૮૨૨૪, ૯૬૮૦૪ ૭૦૧૮૫

(3:50 pm IST)