Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જામકંડોરણાના વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે ૪૧ કલાસ વન અધીકારીઓને જવાબદારી

SPG ના ૪ ઓફીસરો આવી પહોંચ્‍યા : કાલે વધૂ ર૦ કમાન્‍ડો આવશે : ૪ હેલીકોપ્‍ટર માટે ખાસ હેલીપેડ ઉભા કરી દેવાયા... : સિવિલ હોસ્‍પિટલ ખાતે ખાસ સુપર સ્‍પેશ્‍યલ રૂમ-શેલ્‍ટ હાઉસ ઉભા કરાયા : મોદી સાથે હાઇલેવલના રપ અધીકારીઓ પણ આવી રહ્યા છે : જામકંડોરણામાં PMO-CMO માટે રૂમ ઉભા કરાયા : ફુડ અંગે કલેકટર તંત્રને જવાબદારી : બસ-કાર માટે ૧૧ પ્‍લોટમાં વ્‍યવસ્‍થા કરી દેતુ તંત્ર : રાજકોટના ૧૯ મીના કાર્યક્રમમાં પપ૦૦ કરોડના લોકાપર્ણો : અમૂલ ડેરી પ્‍લાન્‍ટ-ઢેબર હોસ્‍પિટલ બે ડઝન કચેરી- સ્‍પાર્ટસ કોમ્‍પ્‍લેક્ષ, ત્રણ બ્રીજ- પાણી પુરવઠા-સાયન્‍સ સીટી ભવન.. બધુ આવરી લેવાયું

રાજકોટ, તા. ૬:  રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબૂએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે ૧૧ મીએ જામંકંડોરણા આવી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી માટે ૪૧ કલાસ-વન સિનિયર અધિકારીઓને વન-ટુ-વન જવાબદારી સોંપાઇ છે. એન્‍ટ્રી-સ્‍ટેજ માટે આર એન્‍ડ બી કામગીરી કરશે, પાસ માટે એસ.ડી.એમ. ધોરાજી તો પાર્કિંગ અંગે ગોંડલ-એસડીએમને જવાબદારી સોંપાઇ છે, રોડ રસ્‍તા પણ આર. એન્‍ડ બી જોઇ રહ્યું છે. જામકંડોરણામાં પીએમઓ અને સીએમઓ માટે ખાસ રૂમ ઉભા કરાયા છે.

કલેકટરે ઉમર્યુ હતું કે જામકંડોરણામાં મોબાઇલની ફ્રિકવન્‍સી ઘણી ઓછી હોય, તે વધારવા -નેટવર્ક પુરતુ મળે તે માટે કાર્યવાહી થઇ રહી છે.

કલેકટરે જણાવ્‍યું હતું કે વડાપ્રધાનના કાફલામાં ખાસ ૪ ચોપર (હેલીકોપ્‍ટર) પણ છે, એ માટે હેલીપેડ બનાવાય છે અને એડી. કલેકટર કક્ષાના અધીકારીને જવાબદારી સોંપાઇ છે.

વડાપ્રધાન માટે જામકંડોરણા ઉપરાંત રાજકોટ પીડીયુ હોસ્‍પિટલ ખાતે ખાસ સુપર સ્‍પેશ્‍યલ રૂમ, શેલ્‍ટ હાઉસ ઉભા કરાયા છે, સરકીટ હાઉસ બૂક કરી લેવાયું છે, વોકીટોકી સેટ, ફેક્ષ, વાયરલેસ સેટ, ખાસ કન્‍ટ્રોલ રૂમ, જડબેસલાક પોલીસ બંદોબસ્‍તની સૂચના અપાઇ છે.

કલેકટરે જણાવેલ કે વડાપ્રધાન માટે એસપીજી ના કમાન્‍ડો- અધિકારીઓ હોય છે, આજે ૪ અધિકારીઓ આવી પહોંચ્‍યા છે, કાલે ર૦ વધુ કમાન્‍ડો આવશે, કલેકટર અને એસપીજી -પોલીસની  ટીમ જામકંડોરણા ખાતે આસ વીઝીટ કરશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે વડાપ્રધાનશ્રીની સાથે રપ જેટલા વીવીઆઇપી અધીકારીઓ પણ આવી રહ્યા છે, તેમના માટે વ્‍યવસ્‍થા થઇ રહી છે. પોલીસના બંદોબસ્‍ત અંગે જીલ્લા પોલીસ વડા કાર્યવાહી કરી રહ્યા છે.

વડાપ્રધાનની સભામાં મેદની સંદર્ભે અને પાર્કિંગ માટે બસ માટે ૪ પાર્કિંગ પ્‍લોટ, કાર માટે ૭ પ્‍લોટ તથા જનરલ માટે ૭ પ્‍લોટ ઉભા કરાયા છે.

કલેકટરે જણાવ્‍યું હતું કે વડાપ્રધાનના ૧૯ મી ના કાર્યક્રમ અંગે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તેમના હસ્‍તે કુલ પપ૦૦ કરોડના લોકાર્પણો થશે, જેમાં અમુલ ડેરી પ્‍લાન્‍ટ, સાયન્‍સ સીટી, બે જીઆઇડીસી, ઢેબર હોસ્‍પિટલ, સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ, કન્‍ટેનર ડેપો, રાજકોટ-કાનાલૂસ રેલ્‍વે પ્રોજેકટ, પાણી પુરવઠા, બે એસડીએમ ઓફીસ, ત્રણ બ્રીજ, સહિતના પ્રોજેકટના ખાતમુર્હૂત લોકાર્પણ થશે.

 

૧૦મીઍ કે ૧૧મીઍ વડાપ્રધાન રાજકોટ આવે તેવી શકયતા હાલ કોઇ સૂચના કે નિર્દેશ નથી

વડાપ્રધાનના જામનગર અને જામકંડોરણાના કાર્યક્રમો અંગે તૈયારીઅો ચાલી રહી છે. દરમિયાન ટોચના અધિકારી સૂત્રોના કહેવા મુજબ વડાપ્રધાન ૧૦મીઍ કે ૧૧ મીઍ રાજકોટ આવે તેવી અને સરકીટ હાઉસ ખાતે આરામ ફરમાવે-મંત્રણા કરે તેવી શકયતા છે. પરંતુ આ અંગે હાલ કોઇ સતાવાર સૂચના નિર્દેશ પીઍમઅો કચેરી તરફથી અપાયા નથી.

(3:45 pm IST)