Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રોટરી કલબ દ્વારા સ્‍કોલરશીપ વિતરણ

વલ્લભ કન્‍યા કેળવણી મંડળ સંચાલિત કડવીબાઇ વીરાણી કન્‍યા વિદ્યાલયમાં રોટરી કલબ ઓફ મીડટાઉન ૩૦૬૦ દ્વારા આર્થિક પરિસ્‍થિતિ નબળી હોય તેવી શાળાની ૧૦ વિદ્યાર્થીની બહેનોને રૂ.૨૦,૦૦૦ની રકમ સ્‍કોલરશીપ પેટે અપાઇ હતી. આ કાર્યક્રમમાં રોટરી કલબના આસી. ગવર્નર રોટેરીયન જીજ્ઞેશભાઇ અમૃતિયા, પ્રેસીડેન્‍ટ રોટેરીયન અશોકભાઇ ભટ્ટ, રોટેરીયન સંદીપભાઇ બાવીસી, રોટેરીયન જીજ્ઞેશભાઇ કામદાર ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યા વર્ષાબેન ડવના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્‍યો હતો. શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી હીરાબેન માંજરીયા ઉપસ્‍થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અલ્‍પાબેન હોથી, નિશાબેન પઢીયારે જહેમત ઉઠાવી હતી.

(3:42 pm IST)