Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

૧૨ માર્ચે દાંડી સમારોહ : રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે કોર્પોરેશન દ્વારા નાટક અને દાંડીકૂચ ડેમોસ્ટ્રેશન

અંધ વિકાસ ગૃહના બહેનો દ્વારા ગાંધીજી અંગે ખાસ ભજનો : લાઇટ એન્ડ સાઉન્ડ શો

રાજકોટ તા. ૬ : આગામી ૧૨ માર્ચે ગુજરાતભરમાં ઐતિહાસિક દાંડી સમારોહ યોજાઇ રહ્યો છે, આ અંગે રાજ્યના તમામ જિલ્લાભરમાં કાર્યક્રમ યોજવાની સૂચના અપાઇ છે, આ અંગે આજે રેવન્યુ સચિવની ઓલ કલેકટર - મ્યુનિ. કમિશનર સાથે ખાસ વીસી પણ યોજાઇ છે.

દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, કલેકટરના સંકલનમાં ૧૨ માર્ચે રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા સાંજના ૫ વાગ્યાથી મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે ખાસ કાર્યક્રમો યોજાયા છે, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીજી અંગે ખાસ નાટક, યુનિ.ના એનએસએસ વિદ્યાર્થી પાંખ દ્વારા ગાંધીજીએ જે ઐતિહાસિક દાંડીકૂચ કરી હતી તે પ્રકારે જ ખાસ ડેમોસ્ટ્રેશન થશે, ત્યારબાદ અંધવિકાસ ગૃહના બહેનો દ્વારા ગાંધીજી અંગે ખાસ ભજન સંધ્યા યોજાશે. કોર્પોરેશન ગાંધીજી અંગે લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજશે, તેમજ જે મહેમાનો - અગ્રણીઓ આવનાર છે, તમામને મ્યુઝીયમમાં તે દિવસે ખાસ ફ્રી એન્ટ્રી અપાશે.

(3:34 pm IST)