Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

રાજકોટ સહિત રાજયભરમાં કાલે વેરા નિરિક્ષક વર્ગ-ર ની પરીક્ષાઃ પ૧ કેન્દ્રોઃ ૧૧૭૮ર ઉમેદવારોઃ ૧૧ થી ૧ પેપર

રાજકોટ તા. ૬ :.. કાલે જીપીએસપી દ્વારા રાજકોટ સહિત રાજયના ૧૧ જીલ્લામાં વેરા નિરીક્ષક વર્ગ-ર ની લેખીત પરીક્ષા લેવાશે, પેપર સવારે ૧૧ થી લેવાશે, આ માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે.

કાલે રાજકોટમાં ૭ રૂટના પ૧ કેન્દ્ર ઉપર ૧૧૭૮ર ઉમેદવારો પરીક્ષા આપશે, આ માટે દરેક કેન્દ્ર ઉપર સુપરવાઇઝર અને તકેદારી અધિકારીઓ મુકાયા છે, જીપીએસપી દ્વારા રાજકોટના ૩ ડે. કલેકટરો - મામલતદારોને નોડલ ઓફીસર તરીકેની કામગીરી સોંપી છે, પરીક્ષા કેન્દ્રો આસપાસ  ઝેરોક્ષ મશીનો બંધ કરવાના આદેશો કરાયા છે, મોબાઇલ-કેલ્યુકેલેટર ડીજીટલ વોચ પરીક્ષા કેન્દ્રોની અંદર લઇ જવાની મનાઇ ફરમાવાઇ છે. તેમજ પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની અંદર ર થી વધુ લોકોને એકઠા થવાની મનાઇ કરાઇ છે. કોરોના ગાઇડ લાઇન અંતર્ગત સોશ્યલ ડીસ્ટન્સ-ફેસ માસ્ક વિગેરે સુચના છે.

(1:21 pm IST)
  • ડાકોરનો ફાગણ મેળો રદ:ડાકોર મંદિરનો ફાગણ મેળો રદ કરવામાં આવ્યો છે. ડાકોર મંદિર ૨૭ થી ૨૯ માર્ચ સુધી બંધ રહેશે. access_time 7:52 pm IST

  • અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં 10 કરોડ પરિવારોએ રૂ. 2500 કરોડની જંગી સહાય આપી છે - રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ access_time 8:22 pm IST

  • 2001 ના રોજ યુએપીએ હેઠળ પ્રતિબંધિત આઉટફિટ સિમીના સભ્ય હોવાના આરોપસર સુરતમાં ધરપકડ કરાયેલા 122 લોકોને ગુજરાત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા : કોર્ટનું કહેવું છે કે પ્રોસેક્યુશન 'આકસ્મિક, વિશ્વાસપાત્ર અને સંતોષકારક' પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયું છે. access_time 6:04 pm IST