Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મેડીકલ ઉપકરણોના વિક્રેતાઓ માટે સેમીનાર : સરકાર દ્વારા માર્ગદર્શન

૧૫૦થી વધુ વિક્રેતાઓએ ભાગ લીધો સ્‍થળ પર નવા નિયમ મુજબ નોંધણી

  રાજકોટ,તા.૬ : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને રાજકોટ opthalmic association ના સંયુક્‍ત ક્રમે  મેડિકલ ડિવાઇઝ ના વિક્રેતાઓ સાથે માર્ગદર્શન અને રજીસ્‍ટ્રેશન અંગે નો  સેમિનાર રાજકોટ ખાતે યોજવામાં આવ્‍યો હતો.

ભારત સરકાર દ્વારા મેડિકલ ડિવાઇસ ક્ષેત્ર સાથે સંકળાયેલ વિક્રેતાઓ માટે રજીસ્‍ટ્રેશન સર્ટિફિકેટ (એમડી-૪૨) ફરજિયાત કરાતાં રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મેડિકલ ડિવાઇસ ક્ષેત્ર સાથે સંકળાયેલ વિક્રેતાઓ માટે ‘‘રાજકોટ ઓપ્‍ટિકલ એસોસિએશન'' ના સહયોગ થી રાજકોટ અને તેની આસપાસના જિલ્લા, તાલુકાઓપ્‍થેલમીકની  વેચાણ સાથે સંકળાયેલ વિક્રેતાઓને માહિતગાર કરવા તેમજ સ્‍થળ ઉપર જ રજીસ્‍ટ્રેશન અરજી તેમજ તેઓને રજીસ્‍ટ્રેશન સર્ટિફિકેટ (એમડી-૪૨) માટે યોજાયેલ આ સેમીનારમાં જિલ્લાના આશરે આ વ્‍યવસાય સાથે સંકળાયેલ ૧૫૦થી વધુ વિક્રેતાઓ સહભાગી થયા હતા.

 આ સેમીનારમાં અધિકારીઓ દ્વારા તેઓને મેડિકલ ડિવાઇઝ રૂલ્‍સ ૨૦૧૭ હેઠળ નોટિફાઇડ થયેલ મેડિકલ ડિવાઇસીસના ઉત્‍પાદનના લાયસન્‍સ માટે તેમજ વિક્રેતાઓને વેચાણના રજીસ્‍ટ્રેશન માટે ઔષધ અને સૌંદર્ય પ્રસાધનના ધારા ૧૯૪૦ અને તેના નિયમો અન્‍વયે જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્‍યું હતું.

 ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર  અને તંત્રના અધિકારીઓ  એ કાયદા નુંજરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્‍યું  હતું . સ્‍થળ પર અંદાજિત ૮૫ જેટલી અરજી આવેલ હતી. રાજકોટ ઓપ્‍ટિકલ એસોસિએશનના  પ્રમુખ  કમલેશભાઈ મહેતા સહિત તેમના હોદ્દેદારો  મોટી સંખ્‍યામાં મેડિકલ devices વ્‍યસાય સાથે સંકળાયેલા  ટેકનિકલ વ્‍યક્‍તિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:51 pm IST)